Surat News: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા માથાભારે ઇસમો તથા અલગ અલગ પ્રકારના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પોલીસ દ્વારા આજદીન સુધીમાં 407 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરીને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.
સુરત શહેરમાં કાપડ માર્કેટમાં કાપડના વેપારીઓ પાસેથી મોટી રકમનું કાપડ ખરીદી કરી તેના નાણાં વેપારીઓને નહીં ચૂકવી દુકાન બંધ કરી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર કુલ 8 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, આ ઉપરાંત શહેરના હીરા બજારમાંથી હીરા વેપારીઓ પાસેથી મોટી રકમના હીરા ખરીદી કરી તેના નાણાં નહીં ચૂકવી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓ સામેં પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાં જરૂરિયાતમંદ નાગરિકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા વ્યાજે આપી નાગરિકોને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા કુલ 7 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
વધુમાં ઇન્ટરનેટ તથા મોબાઇલ ફોનના માધ્યમથી સાયબરફ્રોડ કરી નાગરિકોના રૂપિયા ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કરનાર કુલ 12 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેવી જ રીતે શહેરમાં નાગરિકો સાથે અવાર નવાર મારમારી કરી ખૂન કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા 9 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં શહેરમાં મહિલાઓની તથા સગીર વયની કિશોરીઓની છેડતી કરનાર તેમજ અપહરણ કરીને લઈ જઈ જાતીય સતામણી કરનાર 24 આરોપીઓ અને શહેરમાં ઈમોરલ ટ્રાફિકીગ ની પ્રવુતિ કરનાર 3 આરોપીઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
- ભયજનક: 257
- બુટલેગર: 103
- જાતીય સતામણી કરનારઃ 24
- જુગારનો અડ્ડો ચલાવનારઃ 1
- વ્યાજખોરીની પ્રવુતિ કરનારઃ 7
- સાયબર ક્રાઈમ કરનારઃ 12
- અનૈતિક વેપારની પ્રવુતિ કરનારઃ 3
- કુલ 407 આરોપીઓને પાસા
