Loading...

શું તમે તો આવી પાણીપુરી નથી આરોગી રહ્યાને? સુરતમાં પાંડેસરામાં આરોગ્ય વિભાગે સડેલા બટેકા અને અખાદ્ય તેલનો નાશ કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા પાણીપૂરી વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 07 Jan 2026 03:54 PM (IST)Updated: Wed 07 Jan 2026 03:54 PM (IST)
surat-news-health-department-destroys-rotten-potatoes-inedible-oil-at-panipuri-stalls-in-pandesara-669735

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમ્યાન સડેલા બટેકા અને અખાદ્ય તેલ મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વિક્રેતાઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા પાણીપૂરી વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સડેલી હાલતમાં બટેકા મળી આવ્યા હતા આ ઉપરાંત અખાદ્ય તેલ પણ મળી આવ્યું હતું.

મપાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે અખાદ્ય તેલ અને સડેલા બટેકા સહીતની વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિક્રેતાઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે અમે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે, અત્યારે પાંડેસરા ગુલશન નગરમાં તપાસ કરવામાં આવી હતી. સ્લમ વિસ્તારોમાં પાણીના ટેસ્ટીંગથી લઈને ટેબ્લેટ વિતરણ સહીત આરોગ્યને લગતી કામગીરી કરવામાં આવી રહી છે, અત્યારે અખાદ્ય પૂરી, બટેકા અને તેલનો ડ્રેનેજમાં નાશ કરવામાં આવ્યો છે તેમજ મનપાના નીતિ નિયમો અનુસાર દંડ પણ કરવામાં આવ્યો છે.