Loading...

Surat News: સુરતમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ ઝડપાઈ, 14.50 લાખની ઈ સિગારેટ જપ્ત કરાઈ

સુરત શહેરમાં ઝોન 3 એલસીબી પોલીસની ટીમે મહીધરપુરા ગલેમંડી ચાર રસ્તાની પાસેથી મોપેડ પર પસાર થઈ રહેલા મોહમદ સાબિર અબ્દુલ રઉફ રાવાણીને ઝડપી પાડ્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 06 Jan 2026 05:23 PM (IST)Updated: Tue 06 Jan 2026 05:23 PM (IST)
surat-news-banned-e-cigarettes-worth-rs-14-50-lakh-seized-major-action-by-authorities-669145

Surat News: સુરતમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટ ઝડપાઈ છે. ઝોન 3 એલસીબી પોલીસની ટીમે એક આરોપીને ઝડપી પાડી 14.50 લાખની કિમંતની ઈ સિગારેટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ઝોન 3 એલસીબી પોલીસની ટીમે મહીધરપુરા ગલેમંડી ચાર રસ્તાની પાસેથી મોપેડ પર પસાર થઈ રહેલા મોહમદ સાબિર અબ્દુલ રઉફ રાવાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 14.50 લાખની કિમંતની અલગ અલગ ફ્લેવર્સની 290 નંગ ઈ સિગારેટ, રોકડા રૂપિયા 510, એક મોબાઈલ ફોન તેમજ મોપેડ મળી કુલ 15,70,150 નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડીસીપી રાઘવ જૈનએ જણાવ્યું હતું કે આરોપી મોરા ભાગળ રાંદેરનો રહેવાસી છે, તે જનતા માર્કેટમાં મોબાઈલનું વેચાણ કરે છે, તપાસ કરતા જાણવા મળ્યું છે કે તે મુંબઈથી ઈ સિગારેટ લઈને આવ્યો હતો અને સુરતમાં તેનું વેચાણ કરવાનો હતો, જલ્દી પૈસા કમાવવાની લાલચમાં તેણે આ કામ કર્યું હતું.