Loading...

Surat News : નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ-2026 એનાયત

સુરતની નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-2026 એનાયત કરવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Mon 30 Mar 2026 02:35 PM (IST)Updated: Mon 30 Mar 2026 02:35 PM (IST)
surat-new-civil-hospital-gujarat-healthcare-excellence-award-2026-best-government-hospital-718218
HIGHLIGHTS
  • સુરતની નવી સિવિલ હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવ્યો
  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે એવોર્ડ અપાયો ડો.દિક્ષિતની કમિટીએ હોસ્પિટલોની પસંદગી કરી હતી
  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે એવોર્ડ અપાયો ડો.દિક્ષિતની કમિટીએ હોસ્પિટલોની પસંદગી કરી હતી

Surat: નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-2026 એનાયત કરવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલને એવોર્ડ અપાયો

મળતી માહિતી મુજબ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયની બેસ્ટ સરકારી હોસ્પિટલ તરીકે ગાંધીનગર ધ લીલ્હા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ''ગુજરાત હેલ્થકેર એકસલન્સ એવોર્ડ-2026'' એનાયત કરવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ એવોર્ડ

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં સ્વાસ્થ્ય સુધારવા માટે શ્રેષ્ઠ યોગદાન આપનારા વ્યક્તિ અને સંગઠનોને એવોર્ડ આપવામાં આવે છે. જેના ભાગરૂપે 2026ના વર્ષ માટે અમદાવાદની કેન્સર હોસ્પિટલ, યુ.એન.મહેતા હોસ્પિટલ અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો.દિક્ષિતના નેજા હેઠળની કમિટીએ રાજયની હોસ્પિટલોમાં વર્કલોડ, ગ્રોથ જેવા પરિમાણોને ધ્યાને લઈને હોસ્પિટલોની પસંદગી કરવામાં આવી હતી.