Loading...

સુરતમાં ધમધમતી 'ક્રિસ્ટલ MD ડ્રગ્સ'ની લેબનો પર્દાફાશ, ત્રણ ઝડપાયા; માસ્ટરમાઈન્ડ લંડનમાં હોવાની માહિતી

પોલીસ રેડમાં ડ્રગ્સ બનાવનાર આરોપી ઝડપાયો છે, તેમજ સાધન સામગ્રી અને MD ડ્રગ્સ મળીને કુલ 2.92 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 07 Jan 2026 03:06 PM (IST)Updated: Wed 07 Jan 2026 03:06 PM (IST)
surat-log-police-arrest-accused-with-lab-manufacturing-crystal-md-drugs-669693
HIGHLIGHTS
  • સુરતમાં હાઈ પ્યોરીટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ
  • સુરત SOG પોલીસની ટીમે ડ્રગ બનાવનાર ત્રણ આરોપીને પકડ્યા
  • આ સમગ્ર નેટવર્ક પાછળનો માસ્ટરમાઈન્ડ લંડનમાં હોવાની માહિતી

Surat Crystal MD Drugs lab: સુરતમાં SOG પોલીસની ટીમે "હાઈ પ્યોરીટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ" બનાવતી લેબ ઝડપી પાડી છે. પોલીસે ડ્રગ્સ બનાવનાર આરોપીને પણ ઝડપી પાડ્યા, તેમજ સાધન સામગ્રી અને MD ડ્રગ્સ મળીને કુલ 2.92 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ ગુનાનો માસ્ટર માઈન્ડ લંડનમાં હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

સુરતમાં ચાલતો MD ડ્રગ્સનો કાળો કારોબાર

મળતી માહિતી મુજબ સુરતમાં SOG પોલીસની ટીમે ગત 1 જાન્યુઆરીના રોજ અમરોલી છાપરાભાઠા રોડ ગણેશ નગર રો હાઉસ વિભાગ 4 પાસેથી આરોપી જીલ ભૂપતભાઈ ઠુમ્મરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 236.780 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ગુનામાં પોલીસે ખુશાલ વલ્લભભાઈ રાણપરીયા અને ભરતભાઈ ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠીયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

MD ડ્રગ બનાવતી આખી લેબ ઝડપાઈ

બાદમાં પોલીસે વોન્ટેડ રહેલા બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની તપાસ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ સુરત શહેરમાં જ બન્યું હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન SOG પોલીસની ટીમે પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પોલારિસ શોપિંગ સેન્ટરમાં ડીક્રીયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરીમાં રેડ કરી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. 

કેમેસ્ટ્રીના વિદ્યાર્થી રહેલા આરોપીએ કર્યો જ્ઞાનનો દુરુપયોગ

સુરત પોલીસ ટીમે ડ્રગ્સ બનાવનાર 28 વર્ષીય આરોપી બ્રિજેશ વ્રજલાલ ભાલોડીયાને ઝડપી પાડ્યો હતો. સુરત SOG પોલીસના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, બ્રિજેશ ડ્રગ્સ બનાવતો હતો, અને તે સીનીયર કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. તેણે MSc કેમેસ્ટ્રી કરેલું છે અને તેને ડ્રગ્સ કઈ રીતે બને અને અલગ અલગ કેમિકલનું નોલેજ છે. તે લેબમાં કમ્પાન્ડમેન્ટ ભાડે રાખીને બનાવતો હતો. ત્યાંથી તમામ સાધનો અને મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

DCP રાજદીપસિંહ નકુમે વધુમાં જણાવ્યું કે, લંડનમાં રહેતો જનક જાગાણી નામનો વ્યક્તિ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે, અને તે આ લોકોને માર્ગદર્શન આપતો હતો. ડ્રગ ક્યાં સપ્લાય કરવાનું છે તેની માહિતી પણ આપતો હતો. લેબમાં રેડ દરમિયાન પકડાયેલું 16 ગ્રામ એમડી ડ્રગ્સ મુંબઈ કે ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું.

લેબ ભાડે રાખી ડ્રગ બનાવતા, માસ્ટરમાઈન્ડ બેઠો લંડનમાં!

આરોપી લેબમાં ભાડે રાખીને અહીં ડ્રગ્સ બનાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. સાથે જ પોલીસની તપાસમાં આ ગુનામાં માસ્ટર માઈન્ડ તેમજ આર્થિક મદદ લંડનમાં બેસીને એક ઇસમ કરતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ અને કાર્યવાહીસુરત પોલીસે લેબમાંથી વિવિધ કેમિકલ અને રૂ. 50 હજારની કિંમતનુું 16.950 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂ. 2.92 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આરોપીઓના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમજ લંડનમાં રહેતા જનક વિરુદ્ધ ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.