Loading...

સુરતનો કિસ્સોઃ પત્નીના અંધાપાની જાણ થતાં ચોંકેલો પતિ કોર્ટના શરણે, આપઘાતની ધમકી આપતી પત્નીથી લીધા છૂટાછેડા

પત્નીની આંખની બીમારી તેમજ તેણીના બ્લેક મેઈલથી કંટાળી પતિએ કોર્ટમાં છુટાછેડા થવા માટેની અરજી કરી હતી જે કોર્ટે મંજુર રાખી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 05 Feb 2026 03:39 PM (IST)Updated: Thu 05 Feb 2026 03:39 PM (IST)
surat-court-grants-divorce-over-hidden-disability-by-wife-686251

Surat News: સુરતમાં એક પરિવારે દીકરીને એક આંખે ઓછું દેખાતું હોવાની હક્કિત છુપાવીને લગ્ન કરાવી દીધા હતા પરંતુ યુવકને જયારે આ વાતની ખબર પડી ત્યારે પત્ની આત્મ હત્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી આખરે આ મામલે યુવકે છૂટાછેડા માટે કોર્ટનું શરણું લીધું હતું અને કોર્ટે છૂટાછેડાની અરજી મંજુર કરી હતી.

મળતી માહિતી મુજબ સુરતના મોટી વેડ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન અમરેલી જિલ્લાની વતની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ પત્નીને આંખમાં ઓછું દેખાવાની તકલીફ થતા સુરતના અલગ અલગ આંખના સ્પેશીયાલીસ્ટ પાસે તપાસ કરાવતા જાણવા મળ્યું કે પત્નીને જમણી આંખમાં સીધા અઢી નંબર અને ત્રાંસા અઢી નંબર છે જયારે ડાબી આંખમાં 16 નંબર છે.

ડોકટરે કહ્યું કે નાનપણથી જ ડાબી આંખની તમામ નસો સુકાઈ ગઇ છે અને ડાબી આંખમાં જરા પણ વિઝીબલીટી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહી. આ ઉપરાંત જમણી આંખની સારવાર દર ૬ મહીને કરાવવી પડશે અને તેમાં છેડછાડ કરવી નહી આ સાંભળીને પતિ ચોકી ઉઠ્યો હતો,

આ ઉપરાંત અમદાવાદમાં પણ તપાસ કરાવતા ત્યાં પણ ડોકટરોએ આંખની સારવાર થઇ શકશે નહી તેવો જવાબ આપ્યો હતો. પત્નીની આંખની બીમારી તેમજ તેણીના બ્લેક મેઈલથી કંટાળી પતિએ કોર્ટમાં છુટાછેડા થવા માટેની અરજી કરી હતી જે કોર્ટે મંજુર રાખી હતી.

યુવતીના માતા-પિતાએ પણ સ્વીકાર્યું હતું કે આંખની બીમારીના કારણે તેનું સગપણ થઇ શક્યું ન હોય આ વાત છુપાવી હતી. તેમજ પત્ની પતિને હું દવા પીને આપઘાત કરી લઈશ તેવી ધમકી આપતી હોય અને છુટા છેડા નહિ આપું તેમ કહેતી હતી. આખરે ના છૂટકે પતિએ છૂટાછેડા માટે ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે પતિની અરજી મંજુર રાખી હતી.