Loading...

Gujarat Local Body Elections 2026: ડાયમંડ સિટીમાં સુરતમાં કોંગ્રેસે 26 મૂરતિયા જાહેર કર્યા, જાણો કયા વોર્ડમાં કોને મળી ટિકિટ અને કોના પત્તા કપાયા?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 05 Apr 2026 10:40 PM (IST)Updated: Sun 05 Apr 2026 10:40 PM (IST)
gujarat-local-body-elections-2026-congress-has-declared-26-candidates-in-diamond-city-surat-know-who-got-tickets-in-which-ward-and-whose-cards-were-cut-722360
HIGHLIGHTS
  • કોંગ્રેસે સુરતના 26 ઉમેદવારોની યાદી જાહેર
  • પક્ષપલટો રોકવા ઉમેદવારો પાસેથી લીધા ગેરંટી લેટર લીધા

Surat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પક્ષે વ્યૂહાત્મક રીતે જે વોર્ડમાં વિવાદ ઓછો હતો, ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીને પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

યાદીનું વિશ્લેષણ: કયા શહેરમાં કેટલા ઉમેદવારો?

કોંગ્રેસે આ વખતે વહેલી પસંદગી કરીને ભાજપ સામે પ્રચારમાં સરસાઈ મેળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. શહેરવાર જાહેર થયેલા નામોની સંખ્યા નીચે મુજબ છે.

  • અમદાવાદ (AMC): સૌથી વધુ 93 ઉમેદવારો
  • રાજકોટ (RMC): 40 ઉમેદવારો
  • સુરત (SMC): 26 ઉમેદવારો
  • ભાવનગર (BMC): 25 ઉમેદવારો
  • મોરબી (Newly Formed MC): 23 ઉમેદવારો
  • જામનગર (JMC): 18 ઉમેદવારો
  • વડોદરા (VMC): 18 ઉમેદવારો

સુરત મહાનગરપાલિકા (SMC)ની આગામી ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સુરતની કુલ 120 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જાણો સુરત મહાનગરપાલિકાના જાહેર થયેલા ઉમેદવારોના નામ

સુરતના કોંગ્રેસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જુઓ

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

  • જાહેરનામું: 6 એપ્રિલ, 2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
  • મતદાન: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6)
  • પરિણામ: 28 એપ્રિલ, 2026