Loading...

કચ્છ જળસીમા નજીક શંકાસ્પદ બોટ પકડાઈ, 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત

કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક શંકાસ્પદ બોટ સાથે તેમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 15 Jan 2026 04:25 PM (IST)Updated: Thu 15 Jan 2026 04:28 PM (IST)
kutch-sea-suspicious-boat-with-9-pakistani-nationals-detained-near-international-waters-674498
HIGHLIGHTS
  • કચ્છ જળસીમા નજીક એક શંકાસ્પદ બોટ પકડાઈ  
  • બોટમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત
  • આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક ICGની મોટી કાર્યવાહી

Kutch maritime border Intrusion: ભારતની પશ્ચિમ દરિયાઈ સરહદ પરથી અવારનવાર પાકિસ્તાની નાગરિકો જાણતા કે અજાણતા બોટ સાથે મળી આવતા હોય છે. આવી જ એક શંકાસ્પદ બોટને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે પકડી પાડી છે. આ બોટમાં સવાર 9 જેટલા પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.

કચ્છની જળસીમામાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ પકડાઈ

ભારતની દરિયાઈ સીમા પરથી વધુ એકવાર શંકાસ્પદ પાકિસ્તાની બોટ પકડાઈ છે. કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એક બોટ શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. આ પાકિસ્તાની બોટમાં સવાર 9 લોકોની અટકાયત કરવામાં આવી છે.

9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બોટ ભારતીય જળસીમામાં પ્રવેશ કરતા જણાઈ હતી. આથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોએ બોટ ઘેરી લીધી હતી. બોટને રોકીને તેમાં તપાસ કરવામાં આવી, અને બોટમાં સવાર તમામ 9 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા.

તપાસ અને પૂછપરછ કરવામાં આવશે

હાલ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા આ બોટને જપ્ત કરી કિનારે લાવવામાં આવી છે. જે બાદ આ બોટમાંથી ઝડપાયેલા શખ્સો માછીમારી કરતા હતા કે તેના બહાને ભારતીય સીમામાં પ્રવેશતા હતા તે અંગે તપાસ કરવામાં આવશે. હાલ ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB), મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા બોટની પણ તપાસ કરવામાં આવી રહી છે.