Sabarkantha: મૃત્યુ પામેલી પુત્રવધુના વિયોગમાં સાસુએ 'અંતિમ' શ્વાસ લીધો, સાસુ-વહુનાં લાગણીના સંબંધે સૌની આંખો ભીની કરી

હિંમતનગર અકસ્માતમાં પુત્રવધુ હેતલ નાયકના મોતનો આઘાત સાસુ નિરુબેન સહન ન કરી શક્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાસુનું પણ અવસાન થતા સાસુએ આઘાતમાં જીવ ગુમાવ્યો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 06 May 2026 03:21 PM (IST)Updated: Wed, 06 May 2026 03:21 PM (IST)
sabarkantha-news-mother-in-law-dies-after-daughter-in-law-death-accident

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા જશવંતગઢ પાટિયા નજીક થોડા સમય અગાઉ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં તલોદ ગામના કુલ 6 લોકોના દુ:ખદ મોત થયા હતા. તેની સાથે જોડાયેલી એક દુ:ખદ અને હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા હેતલ નાયકનું કરુણ નિપજ્યું હતું. આ દુ:ખને સહન ન કરી શકતા મહિલાના સાસુ નિરુબેન નાયકનું પણ કરુણ મોત થયું હતું.

પુત્રવધુના મોતથી સાસુ આઘાત

ગંભીર દુર્ઘટનામાં પુત્રવધુ હેતલ નાયકના મૃત્યુનાં સમાચાર સાંભળીને સાસુ નિરુબેન નાયક ભારે આઘાતમાં સરી ગયા હતા. આ વાત તેમના માન્યામાં ન આવી હતી. પરિણામે તેઓ ગહન શોકમાં ડૂબાઈ ગયા હતા. જેથી સાસુની તબિયત લથડી ગઈ હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ સાસુને ભારે આઘાત લાગ્યો હોવાથી તેમને સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

સાસુ-વહુએ અંતિમ વિદાય લીધી

આ કરુણ ઘટનાની જાણ થતાં આખુ ગામ હિબકે ચઢ્યું હતું. સાસુ-વહુ વચ્ચેની લાગણી અને પ્રેમને જોતાં આખા ગામમાં મોતને લઈને ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. સાસુ-વહુની અંતિમ વિદાય થતા પરિવાર પણ દુ:ખમાં ડૂબી જવા પામ્યો હતો. આજના કળિયુગમાં પણ આવા લાગણીના સંબંધો છે. તેવું સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે, ગત 29 એપ્રિલે હિમતનગરમાં જશવંતગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત અને 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.