Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આગની ઘટના બની હતી. બનાવ અંગેની મળતી વિગતો મુજબ પ્રાંતિજ તાલુકાના નવાપુરા પાસે આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ફાયર ટીમે આગને કાબૂમા લીધી
મળતી વિગત મુજબ, નવાપુરા પાસે આવેલ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટમાં આગ લાગી હતી. કચરાના કારણે આગ ઝડપથી પ્રસરવા પામી હતી. જેથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમને ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી. પ્રાંતિજ ફાયર બ્રિગેડે મોડી રાત સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. તેમજ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ પૂરી રીતે કાબૂમાં આવી ગઈ હોવાનું સામે આવ્યું છે.
ગત રાત્રિએ આગની ઘટના બની
પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમના મુકેશ પરમારના જણાવ્યા મુજબ, નવાપુરા ડંપિંગ સાઇટ પર ગત રાત્રિએ આગની ઘટના બની હતી. જેમાં કચરાની ગાસડીઓ આગમાં લપેટાઈ ગઈ હતી. જેનાં લીધે આગ પ્રસરી હતી. રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
