Loading...

Idar Nagarpalika Election: ઇડર નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકોની ફાળવણી? જાણો વિગતવાર

આ બેઠકોમાંથી કુલ 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 21 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 23 Dec 2025 07:42 PM (IST)Updated: Tue 23 Dec 2025 07:42 PM (IST)
idar-nagarpalika-election-2026-ward-wise-seat-reservations-announced-660841

Idar Nagarpalika Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સાબરકાંઠા જિલ્લાની ઇડર નગરપાલિકા(Idar Nagarpalika) માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આ નિર્ણય આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election)માં લાગુ પડશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, ઇડર નગરપાલિકા(Idar Nagarpalika Election)ની કુલ વસતી 377228 છે. નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 21 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે, જ્યારે 7 બેઠકો સામાન્ય (બિનઅનામત) રહેશે.

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 3 બેઠકો, જેમાં 1 મહિલા અનામત; અનુસૂચિત આદિજાતિ (ST) માટે 2 બેઠકો, જેમાં 1 મહિલા અનામત; અને પછાતવર્ગ (OBC) માટે 8 બેઠકો, જેમાં 4 મહિલા અનામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 7 બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. કુલ મળીને, 21 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત કરાઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ આ નવા સીમાંકન અને અનામત બેઠકોના આધારે યોજાશે.

ઇડર નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

ઇડર નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે)37728
કુલ વોર્ડની સંખ્યા7
બેઠકોની સંખ્યા28
કુલ સ્ત્રી બેઠકો14
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા3(1 મહિલા અનામત)
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા2 (1 મહિલા અનામત)
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા8 ( 4 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો21
સામાન્ય બેઠકો7

વોર્ડ નંવોર્ડની વસતીપ્રથમ બેઠક (મહિલા અનામત)બીજી બેઠક (મહિલા અનામત)ત્રીજી બેઠકચોથી બેઠક
15285સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
25442અ.સૂ. જાતિસામાન્યઅ.સૂ.આ. જાતિસામાન્ય
35611અ.સૂ.આ. જાતિસામાન્યપછાતવર્ગસામાન્ય
45298પછાતવર્ગસામાન્યપછાતવર્ગસામાન્ય
55234પછાતવર્ગસામાન્યઅ.સૂ. જાતિસામાન્ય
65315પછાતવર્ગસામાન્યપછાતવર્ગસામાન્ય
75643પછાતવર્ગસામાન્યઅ.સૂ. જાતિસામાન્ય
કુલ37728