Loading...

Rajkot: મુખ્યમંત્રીની કડક સૂચનાને પગલે રાજકોટ કોર્પોરેશન એક્શન મોડમાં, તમામ પેન્ડિંગ ફાઈલો 7 દિવસમાં ક્લિયર કરવાનો આદેશ

પાંચેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને ઝોનવાઇઝ ફાઇલો ક્લિયર કરવાની જવાબદારી: અઠવાડિયા પછી રિવ્યુ મીટિંગ યોજાશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 31 Jan 2026 12:05 AM (IST)Updated: Sat 31 Jan 2026 12:05 AM (IST)
rajkot-municipal-corporation-in-action-mode-after-cm-bhupendra-patel-strict-instructions-682720
HIGHLIGHTS
  • સવારથી જ કમિશનર તુષાર સુમેરાનો મીટિંગનો ધમધમાટ, તમામ વિભાગના કાર્યોની સમીક્ષા કરાઇ

Rajkot: ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં રાજયના તમામ મ્યુનિસિપલ કમિશનરોની મીટીંગ યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી તરફથી દરેક શહેરમાં ટ્રાફિક, રોડ-રસ્તા, લોકોના અધુરા કામ અને પેન્ડીંગ ફાઇલો બાબતે કડક સુચના આપવામાં આવી હતી. જે બાદ બીજા જ દિવસે રાજકોટ મનપા એકશન મોડમાં આવી ગયું છે.

આજે સવારથી કમિશનર તુષાર સુમેરાએ પાંચેય ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો સહીતના અધિકારીઓની મીટીંગ બોલાવી હતી અને પેન્ડીંગ ફાઇલો તેમજ વિકાસ કાર્યો બાબતની સમીક્ષા બેઠક યોજી હતી.

આ અંગે મળતી માહીતી પ્રમાણે, રાજકોટ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મહાનગરપાલિકાની કાર્યક્ષમતામાં વધુ સુધારો લાવવા, વહીવટી પ્રક્રિયાઓમાં ગતિ લાવવા તથા શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતાને નવી દિશા આપવા હેતુસર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, શાખાધિકારીઓ તેમજ ત્રણેય ઝોનના વોર્ડ ઓફિસર્સ સાથે વિસ્તૃત રિવ્યુ બેઠક આજે તા.30-01-2026ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં વિવિધ સ્તરે પેન્ડિંગ રહેલી ફાઈલો, આવનાર વર્ષના વિકાસ કાર્યો, આગામી બજેટ આયોજન તથા સ્વચ્છ સર્વેક્ષણ 2026 માટેની તૈયારી અંગે વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરેક વિભાગના કાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ વિભાગોના વિવિધ સ્તરે રહેલી પેન્ડીંગ ફાઈલોના નિકાલ અંગે સમીક્ષા કરવામાં આવી. આવી તમામ પેન્ડીંગ ફાઈલોનો એક અઠવાડિયામાં ફરજિયાત નિકાલ કરવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

વોર્ડ ઓફિસરઓને ત્રણ દિવસમાં વોર્ડ સ્તરે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરી પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરવા જવાબદારી આપવામાં આવી. તમામ પાંચ નાયબ મ્યુનિસિપલ કમિશનરઓને એક અઠવાડિયામાં પોતાના ઝોન અને ફાળવેલા વિભાગોની પેન્ડીંગ ફાઈલોના નિરાકરણ અંગે સુચના આપી હતી. એક અઠવાડિયા બાદ મ્યુનિસિપલ કમિશનર ઝોન લેવલે પેન્ડીંગ ફાઈલોના નિકાલ અંગે રીવ્યુ લેશે.

આ ઉપરાંત તમામ નાયબ મ્યુનિસિપલ કમિશનરોને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરી ફાઈલોના સમયસર નિકાલ તેમજ ફાઈલ ટ્રેકિંગની વ્યવસ્થા કરવા માટે 48 કલાકમાં એક્શન પ્લાન તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુ કરવા સુચના આપવામાં આવી હતી.

નિયત સમયમર્યાદા કરતાં વધુ સમય સુધી પેન્ડિંગ રહેલી ફાઈલો અંગે જવાબદારી નક્કી કરી સંબંધિત શાખાધિકારીઓને ઝડપી અને ગુણવત્તાપૂર્ણ નિકાલ માટે તાકીદ કરવામાં આવી. આ ઉપરાંત, દરેક વિભાગે પોતાની પેન્ડિંગ ફાઈલોનું શાખા વાઇઝ સાપ્તાહિક રિવ્યુ કરી નિકાલ અંગેના પગલાં લેવાની અને તેની માહિતી ઉચ્ચ અધિકારીઓને રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.

રાજકોટમાં કાલે એકસાથે 4 વૉર્ડમાં પાણી કાપ
મહાપાલિકા દ્વારા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર મેઈન પંપ હાઉસથી ESR તરફની હેડર લાઈનમાં ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાથી તથા મેઈન પમ્પ હાઉસ તથા જયુબેલી પમ્પ હાઉસ લાઈનને જોડતો ઈન્ટરસેપ્ટર વાલ્વનું રીડ્યુસર લીકેજ હોવાથી જરૂરી લીકેજ રીપેરીંગ, વાલ્વ બદલવાની કામગીરી તથા જિલ્લા ગાર્ડન પરના સફાઈ કામગીરી માટે તા:31/01/2026નાં રોજ કુલ 01 દિવસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શટડાઉન રાખેલ છે. આથી બેડી ફિલ્ટર પ્લાન્ટ હેડવર્કસ, ગ્રીનલેન્ડ હેડવર્કસ તથા જીલ્લા ગાર્ડન હેડવર્કસને લાગુ ચાર વોર્ડના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.