Loading...

Gujarat Local Body Elections 2026: રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર, જાણો તમારા વોર્ડમાં કોણ છે દાવેદાર?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 05 Apr 2026 10:20 PM (IST)Updated: Sun 05 Apr 2026 10:20 PM (IST)
gujarat-local-body-elections-2026-rajkot-congress-candidate-list-announced-know-who-is-the-contender-in-your-ward-722350
HIGHLIGHTS
  • રાજકોટ મનપા ચૂંટણી માટે કોંગ્રેસે 40 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું
  • પ્રથમ યાદીમાં જૂના જોગીઓ અને નવા ચહેરાઓનું મિશ્રણ
  • વોર્ડ નં. 2 થી નયનાબા જાડેજા ચૂંટણી લડશે

Rajkot News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પક્ષે વ્યૂહાત્મક રીતે જે વોર્ડમાં વિવાદ ઓછો હતો, ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીને પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

યાદીનું વિશ્લેષણ: કયા શહેરમાં કેટલા ઉમેદવારો?

કોંગ્રેસે આ વખતે વહેલી પસંદગી કરીને ભાજપ સામે પ્રચારમાં સરસાઈ મેળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. શહેરવાર જાહેર થયેલા નામોની સંખ્યા નીચે મુજબ છે.

  • અમદાવાદ (AMC): સૌથી વધુ 93 ઉમેદવારો
  • રાજકોટ (RMC): 40 ઉમેદવારો
  • સુરત (SMC): 26 ઉમેદવારો
  • ભાવનગર (BMC): 25 ઉમેદવારો
  • મોરબી (Newly Formed MC): 23 ઉમેદવારો
  • જામનગર (JMC): 18 ઉમેદવારો
  • વડોદરા (VMC): 18 ઉમેદવારો

મુખ્ય ઉમેદવારો અને વોર્ડ વિગતો

  • વોર્ડ નં. 2: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.
  • વોર્ડ નં. 6: ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા દેવુબેન જાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
  • વોર્ડ નં. 16 (જંગલેશ્વર વિસ્તાર): આ વોર્ડના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.
  • પેન્ડિંગ વોર્ડ: વોર્ડ નં. 15, 3 અને 11માં હજુ આંતરિક ખેંચતાણને કારણે કોઈ નામ જાહેર કરવામાં આવ્યા નથી

રાજકોટના કોંગ્રેસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જુઓ

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

  • જાહેરનામું: 6 એપ્રિલ, 2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
  • મતદાન: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6)
  • પરિણામ: 28 એપ્રિલ, 2026