Rajkot: શહેરના સામા કાંઠે રહેતા દૂધના ધંધાર્થીએ દારૂના નશામાં પોલીસનો કોલર પકડી 'તું મને ઓળખતો નથી, ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ' કહીં લોકરક્ષકને ધમકી આપી હતી.આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ ગુનો નોંધીને સકંજામાંમાં લેવા શરૂ કરી છે.
લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં વિશાલભાઈ મકવાણાએ ફરિયાદમાં આરોપી તરીકે દિપક જેન્તી માનસૂરિયા (ઉ.વ.43),(રહે.રણછોડનગર શેરી નં.03,શ્રી ટેલિકોમની સામેની શેરી, પેડક રોડ)નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેઓ છેલ્લા બે વર્ષથી લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ અને હોમગાર્ડ જવાન સંદીપભાઇ બારૈયા સમન્સ બજવણીની કામગીરી અર્થે વિસ્તારમા ફરતા હતા.
આ દરમ્યાન પેડક રોડ શ્રી ટેલીકોમની સામેની શેરી રણછોડનગર શેરી નં.03 પાસેથી પસાર થતા હતા, ત્યારે અમોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ શેરીમાં આવેલ વિશાલ મિલ્ક નામની ડેરીની અંદર એક વ્યક્તિ ઈંગ્લીશ દારૂ પીવે છે.
આથી તે શખ્સ ભાગી ન જાય માટે રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તે જગ્યાએ પહોંચી ગયેલ અને તે શખ્સને કોર્ડન કરી અન્ય સ્ટાફને બોલાવેલ હતો.
આ દરમિયાન તે શખ્સ પૂછવા લાગેલ કે, તમે કોણ છો ? તો ફરીયાદીએ પોલીસ તરીકેની ઓળખ આપી આઈ કાર્ડ બતાવી કહેલ કે, અમને બાતમી મળેલ છે કે, અહિં દારૂ પીવાય રહ્યો છે, જેની ખરાઇ કરવા આવેલ છીએ. આમ કહેતા તે શખ્સ ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ કે, 'તું મને ઓળખતો નથી, હાલ મારી ઉપર ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ' તેમ કહી કોલર પકડી લીધેલ.
આથી કોલર છોડાવી લેતા સાથેના હોમગાર્ડ સંદીપભાઇ સાથે ઝપાઝપી કરવા લાગેલ અને તેની પાછળથી ડોક પકડી લીધેલ હતી. તે દરમ્યાન તેના પરિવારનાં સભ્યો પણ હાજર હોય અને બહાર માણસો ભેગા ન થાય કે કોઇ બનાવ ન બને તેથી 112 માં ફોન કરી દેતા પોલીસની ગાડી આવી ગયેલ અને આરોપી કેફી પ્રવાહી પીધેલી હાલતમાં હોય જેથી પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવેલ બાદમાં તેનું નામ પુછતા પોતાનું નામ દીપક જેન્તી માનસુરીયા (ઉ.વ.43, ધંધો.દુધની ડેરી) હોવાનું જણાવેલ હતું.
આથી આરોપીને પોલોસની ઓળખ આપવાં છતાં ગર્ભિત ધમકી આપી કોલર પકડી ફરજમાં રૂકાવટ કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
