Loading...

Porbandar Trains: પોરબંદર જતી આ ત્રણ ટ્રેનો જયપુર, અલવરા નહીં જાય, 8 થી 11 મે સુધી બદલાયેલા માર્ગે દોડશે

પોરબંદરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચાલશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 18 Mar 2026 11:47 AM (IST)Updated: Wed 18 Mar 2026 11:47 AM (IST)
porbandar-trains-diverted-routes-changed-for-jaipur-and-alwar-may-8-11-710417

Porbandar Trains Diverted: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર મંડળ હેઠળ કનકપુરા યાર્ડમાં યોજાનાર નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે ભાવનગર મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોનું સંચાલન આગામી 08 મે થી 11 મે 2026 દરમિયાન તાત્કાલિક અસરથી પ્રભાવિત રહેશે. પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ, પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ અને મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે કનકપુરા યાર્ડમાં રેલ લાઈનો વચ્ચે વધારાના કનેક્શન સ્થાપિત કરવામાં આવશે તેમજ બે લાઈનોને અંદાજે 100 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ કામથી યાર્ડની કામગીરી ક્ષમતા અને ટ્રેનોના અવરજવર માં સરળતા વધશે.

આ ટ્રેનો થશે પ્રભાવિત

08 મે 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચાલશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશનો પર નહીં જાય.

09 મે 2026 ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે ફુલેરા–રિંગસ–રેવાડી મારફતે ચાલશે. આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખેરથલ સ્ટેશનો પર નહીં જાય.

11 મે 2026 ના રોજ મુઝફ્ફરપુરથી પ્રસ્થાન કરનાર ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર–પોરબંદર એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા માર્ગે રેવાડી–રિંગસ–ફુલેરા મારફતે ચાલશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર નહીં જાય.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અનુરોધ કરાયો છે કે મુસાફરી શરૂ કરતા પહેલાં ટ્રેનની તાજી માહિતી ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in, NTES અથવા રેલવે હેલ્પલાઈન નંબર 139 પરથી જરૂર મેળવી લેવી.