Porbandar News:પોરબંદર અને કાનાલુસ વચ્ચે દોડતી લોકલ ટ્રેનને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર રાજકોટ મંડળના કાનાલુસ સ્ટેશન પર પ્લેટફોર્મ મરામત કાર્ય ચાલી રહેલ હોવાથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે પ્રભાવિત રહેશે.
આંશિક રીતે પ્રભાવિત ટ્રેનો
- ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ: આ ટ્રેન 26 જાન્યુઆરી, 2026 થી 28 ફેબ્રુઆરી, 2026 સુધી પોરબંદરથી પ્રસ્થાન કરીને ગોપજામ સ્ટેશન સુધી જ ચાલશે તેમજ ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ: આ ટ્રેન 26 જાન્યુઆરી, 2026 થી 28 ફેબ્રુઆરી, 2026 સુધી કાનાલુસની બદલે ગોપજામ સ્ટેશનથી ચાલશે અને કાનાલુસ–ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.
