Patan News: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રાધનપુર-પીપળી રેલવે સેક્શન પર પૂર્ણ રેલપથ નવીનીકરણ (Complete Track Renewal–PQRS) નું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામને લીધે રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 100/A (કિ.મી. 114/39-43) જે રાધનપુરથી ભિલોટ ગામને જોડે છે. તેને 12 જાન્યુઆરી 2026 થી 18 જાન્યુઆરી 2026 સુધી માર્ગ વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 99/B કિ.મી. 113/43-47 (જે રાધનપુરથી ભિલોત અને મહેમદાબાદ ગામને જોડે છે) નો ઉપયોગ કરી શકે છે.
રેલવે પ્રશાસને નાગરિકોથી અપીલ કરી છે કે તેઓ અસુવિધાથી બચવા માટે નિર્ધારિત સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે તથા રેલવે દ્વારા કરવામાં આવી રહેલા સંરક્ષા કામમાં સહયોગ આપે. આ કામ ભવિષ્યમાં સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે.
