Loading...

પાટણમાં ટ્રેન નીચે આવી જતા યુવકનું મોત; શરીરના બે ટૂકડા થયા, અકસ્માત કે આત્મહત્યા પોલીસે શરૂ કરી તપાસ

પાટણ નજીક રેલવે ગળનાળા પાસે આ બનાવ બન્યો હતો. પાટણ સ્ટેશનેથી રવાના થઇ રહેલી ટ્રેન નીચે એક યુવક આવી ગયો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 29 Jan 2026 12:19 PM (IST)Updated: Thu 29 Jan 2026 12:19 PM (IST)
patan-train-tragedy-young-mans-body-found-in-two-pieces-inquiry-underway-681731

Patan Train Tragedy: પાટણ શહેર નજીક રેલવે ગરનાળા પાસે આજે ટ્રેન અડફેટે આવતાં એક અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાટણ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટે યુવક આવતા શરીરના બે ટૂકડા થયા હતા. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં રેલવે પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, પાટણ નજીક રેલવે ગળનાળા પાસે આ બનાવ બન્યો હતો. પાટણ સ્ટેશનેથી રવાના થઇ રહેલી ટ્રેન નીચે એક યુવક આવી ગયો હતો. ટ્રેન અડફેટે આવી જતા તેના શરીરના બે ટૂકડા થયા હતા. મૃતકનું નામ કૈલાશ કુમાર હોવાનું જાણવા મળ્યું છે. તે છેલ્લા બે વર્ષથી ભાઇના ઘરે રહેતો હતો. તેના એપ્રિલ મહિનામાં લગ્ન થવાના હતા. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં રેલવે પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ એક અકસ્માત છેકે પછી યુવકે આત્મહત્યા કરી છે તે દિશામાં પણ પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરાઇ છે. હાલ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતકની ઓળખ કરવા તેમજ સમગ્ર બનાવના કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.