Loading...

Patan News: AAPની ગુજરાત ઉમેદવારોની બીજી યાદી જાહેર, પાટણ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં પાટણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ઉમેદવારોના નામનો સમાવેશ છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sat 04 Apr 2026 09:48 AM (IST)Updated: Sat 04 Apr 2026 09:48 AM (IST)
patan-news-gujarat-aap-second-candidate-list-district-taluka-nagarpalika-election-2026-721313

Patan: પાટણ જિલ્લાની જિલ્લા-તાલુકા પંચાયતો અને પાટણ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી તેજ કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં પાટણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ઉમેદવારોના નામનો સમાવેશ છે.

જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ

પાટણ જિલ્લા પંચાયતની બાલીસાણા બેઠક પરથી રાણાજી સોમાજી ઠાકોર નામની જાહેરાત કરાઈ છે. ત્યારે વોર્ડ નં.5માંથી હિતેશ પટેલ અને વોર્ડ નં 10માંથી મનુ ઠક્કરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો

તાલુકા પંચાયતની બેઠકો પર જોઈએ તો, પાટણ તાલુકા પંચાયતની સંખારી બેઠક પરથી તબ્બસુમ હારૂનભાઈ મનસુરી, સંડેર બેઠક પરથી જ્યોત્સનાબેન ઠાકોર, મણુંદ બેઠક પરથી દિનુજી લક્ષ્મણજી વાઘેલા અને બાલીસાણા બેઠક પરથી વિપુલ પંચાલને ઉમેદવાર બનાવાયા છે.

સરસ્વતી તા. પંચાયતના નામ જાહેર

વધુમાં સરસ્વતી તાલુકા પંચાયત હેઠળની અઘાર બેઠક પરથી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા,અજીમણા બેઠક પરથી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિ અને વામૈયા બેઠક પરથી સેધૂભા એસ.દરબારના નામોની ઓફિશિયલ જાહેરાત કરાઈ છે.

પાટણમાં ચૂંટણીનો માહોલ ગરમાયો

આગામી સમયમાં પાટણ તાલુકા પંચાયત, નગરપાલિકા અને સરસ્વતી તાલુકા પંચાયત સહિતની પાટણ વિધાનસભા હેઠળ આવતી જિલ્લા પંચાયતની બાકીની બેઠકો પર ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જ્યારે આ નામો જાહેર કરતાની સાથે જ પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાતો જોવા મળ્યો છે.