Loading...

પાટણના ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર, સરસ્વતી તાલુકામાં નવી સરકારી કોલેજ શરૂ કરવા કરી રજૂઆત

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છેકે, પાટણ નગરપાલિકા ખાતે જે જન્મ મરણની નોંધણી માટેની ઈ-ઓળખ વેબસાઈટ છે, એ છેલ્લા એક બે મહિનાથી બંધ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 08 Jan 2026 06:20 PM (IST)Updated: Thu 08 Jan 2026 06:20 PM (IST)
patan-mla-writes-to-cm-bhupendra-patel-demands-new-government-college-in-saraswati-taluka-670443

Patan News: પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને સરસ્વતી તાલુકામાં તાત્કાલિક ધોરણે સરકારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ શરૂ કરવાની માંગ કરી છે. આગામી બજેટમાં આ પ્રોજેક્ટનો સમાવેશ કરવા માટે તેમણે સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી છે. આ ઉપરાંત તેમણે પાટણ નગરપાલિકાની જન્મ મરણની નોંધણી માટેની ઈ-ઓળખ વેબસાઈટ ત્વરિત ધોરણે ચાલુ કરાવવા માટે પણ રજૂઆત કરી છે.

ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છેકે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ તાલુકાઓમાં સરકારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. મારા મત વિસ્તાર પાટણ જિલ્લાના સરસ્વતિ તાલુકો છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. આ તાલુકો પછાત અને ખાસ કરીને બક્ષી પંચની વસ્તી ધરાવનાર તાલુકો છે.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, આ તાલુકાના ગરીબ અને બક્ષી પંચના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ ને પાટણ કે અન્ય જગ્યાએ ઉચ્ચ અભ્યાસ માટે જવું પડે છે જેના લીધે મોટે ભાગે ગરીબ અને પછાત વર્ગની બહેનોને ઉચ્ચ અભ્યાસ છોડી દેવો પડે છે. આ તાલુકામાં 75થી વધુ ગામો હોવા છતા કોઈ પણ સરકારી કોલેજ શરૂ થઇ નથી. ઉપરોક્ત બાબત ધ્યાને લઈ પાટણ જીલ્લાના સરસ્વતિ તાલુકામાં સરકારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ શરૂ આગામી બજેટમાં સમાવવા સુચના આપવા રજૂઆત છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છેકે, પાટણ નગરપાલિકા ખાતે જે જન્મ મરણની નોંધણી માટેની ઈ-ઓળખ વેબસાઈટ છે, એ છેલ્લા એક બે મહિનાથી બંધ છે. એના લીધે પાટણ શહેર અને આજુબાજુના જે 2015થી 2025 સુધીના જેના નામ ઓનલાઈન નોંધાયેલા છે, એ લોકોને જન્મ કે મરણનો કોઈ દાખલો જોઈએ તો મળતો નથી. વારંવાર મને પણ રજૂઆતો મળેલી છે આ બાબતે. ગઈકાલે મેં મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક આ વેબસાઈટ ચાલુ કરવા માટે રજૂઆત કરી છે જેથી પાટણ શહેર અને આજુબાજુના વિસ્તારના લોકોને તકલીફ ના પડે અને ઝડપીમાં ઝડપી આવા દાખલા મળી રહે.