પાકિસ્તાન સરહદે સુરક્ષાને વધુ મજબૂત કરવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: નવી 'બનાસકાંઠા બોર્ડર રેન્જ'ની રચના

પાકિસ્તાન સરહદે સુરક્ષા અને દેખરેખ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્યના ગૃહ વિભાગે મોટો વહીવટી ફેરફાર કર્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 05 Jun 2026 09:12 AM (IST)Updated: Fri, 05 Jun 2026 09:13 AM (IST)
gujarat-government-creates-new-banaskantha-border-range

Banaskantha Border Range: પાકિસ્તાન સરહદે સુરક્ષા અને દેખરેખ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્યના ગૃહ વિભાગે મોટો વહીવટી ફેરફાર કર્યો છે. વિશાળ ભૌગોલિક વિસ્તાર અને તાજેતરમાં બનેલા નવા વાવ-થરાદ જિલ્લાને ધ્યાનમાં રાખીને જૂની બોર્ડર રેન્જનું વિભાજન કરવમાં આવ્યું છે અને નવી બનાસકાંઠા બોર્ડર રેન્જ અસ્તિત્વમાં આવી છે.

કઈ રેન્જમાં કયા જિલ્લા રહેશે?

નવી બનાસકાંઠા બોર્ડર રેન્જ ( મુખ્ય મથક-પાલનપુર)

  • બનાસકાંઠા
  • પાટણ
  • વાવ-થરાદ (નવો જિલ્લો)

બોર્ડર રેન્જ (કચ્છ)

  • પશ્ચિમ કચ્છ-ભૂજ
  • પૂર્વ કચ્છ-ગાંધીધામ
  • મોરબી (ભૌગોલિક નિકટતાને કારણે રાજકોટ રેન્જમાંથી અહીં ખસેડાયો)

રાજકોટ રેન્જ

  • રાજકોટ ગ્રામીણ
  • જામનગર
  • દેવભૂમિ દ્વારકા
  • સુરેન્દ્રનગર

આ નિર્ણય લેવા પાછળના મુખ્ય કારણો?

  • અત્યાર સુધીની બોર્ડર રેન્જ અંદાજે 550 કિમી લાંબી હોવાથી છે. જેમાં 407.87 કિમી જમીની સરહદ અને 238 કિમી દરિયાઈ સરહદ સામેલ હતી.
  • નિરીક્ષણમાં મુશ્કેલી: આ રેન્જનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો હોવાથી છેવાડાના પોલીસ મથકો પર દેખરેખ રાખવી મુશ્કેલ બનતી હતી.
  • નવા જિલ્લાની સંરચના: બનાસકાંઠા જિલ્લાનું તાજેતરમાં વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવતા વહીવટી સરળતા માટે આ અલાયદી રેન્જ બનાવવી અનિવાર્ય હતી.

બોર્ડર રેન્જનો ટૂંકમાં માહિતી

બોર્ડર રેન્જ તા.20-05-1995 ના રોજ સ્થાપિત કરાઈ હતી. જેમાં શુઆતમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લો સમાવિષ્ટ હતા. તે પૂર્વે આ વિસ્તારો રાજકોટ રેન્જમાં આવતા હતા. વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા માટે કચ્છ પોલીસનું 'પશ્ચિમ કચ્છ ભૂજ અને 'પૂર્વ કચ્છ ગાંધીધામ'માં વિભાજન કરાયુ હતું. બોર્ડર રેન્જ હેઠળ પશ્ચિમ કચ્છ ભૂજ, પૂર્વ કચ્છ ગાંધીધામ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થતો હતો.