Loading...

Navsari: વાંસદામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, તરુણ સહિત 8 આરોપી ઝડપાયા

14 વર્ષીય સગીરા શૌચક્રિયા માટે ઘરથી બહાર નીકળી હતી ત્યારે આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 10 Jan 2026 03:01 PM (IST)Updated: Sat 10 Jan 2026 03:01 PM (IST)
vansda-minor-girl-kidnapped-and-gang-raped-8-accused-including-minor-arrested-671594
HIGHLIGHTS
  • વાંસદામાં 14 વર્ષીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ
  • એક સગીર સહિત 8 આરોપીને પોલીસે પકડ્યા
  • કોર્ટે આરોપીઓને સાત દિવસના રિમાન્ડ આપ્યા

Vansda minor girl Gang rape: વાંસદા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરાનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક સગીર અને 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ આ ઘટનાને લઈને ABVP વાંસદાનગર દ્વારા PI અને મામલતદારને આવેદન આપી આરોપીઓને કડક સજા આપવા માંગ કરાઈ છે.

14 વર્ષીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષીય સગીરા શૌચક્રિયા માટે ઘરથી બહાર નીકળી હતી. ત્યારે 3 યુવાનો તેનું મોઢું દબાવીને બળજબરીથી બાઈક પર બેસાડીને ચેકડેમ પાસે લઇ ગયા હતા. બાદમાં ત્યાં અન્ય 5 યુવાનોને બોલાવ્યા હતા. આ તમામે સગીરાને એક રૂમમાં લઇ જઇ મારી નાંખવાની ધમકી આપી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી ઝડપાયા, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે 7 આરોપી અને 16 વર્ષના તરૂણને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પોલીસે સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.  બીજી તરફ આ ઘટનાને લઈને ABVP વાંસદાનગર દ્વારા PI અને મામલતદારને આવેદન આપી આરોપીઓને કડક સજા આપવા માંગ કરાઈ છે.

એક સગીર અને 7 આરોપી ઝડપાયા

આ કેસમાં ઝડપાયેલા આરોપીમાં 26 વર્ષીય પિયુષ દિનેશભાઈ નાયક, 20 વર્ષીય નિખિલ, 20 વર્ષીય ઉદય મનોજભાઈ ભોંયા, 18 વર્ષીય સાહિલ ધર્મેશભાઈ ભગરીયા, 20 વર્ષીય રવિન્દ્ર સોમાભાઈ દેવળભાઈ ભગરીયા, 19 વર્ષીય આકાશ વિપુલભાઇ બુધનભાઈ દેશમુખ અને 25 વર્ષીય રાહુલ ઠાકોરભાઈ નગીનભાઈ ઉપરાંત એક 16 વર્ષના તરુણની ધરપકડ કરી છે.