Loading...

Navsari: ચીખલીમાં દીપડાની દહેશત, ખાંભડા ગામના ખેતરમાં કામ કરતાં વૃદ્ધ ખેડૂતને તરાપ મારી લોહીલુહાણ કરી નાંખ્યા

ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ અચાનક હુમલો કરતાં વૃદ્ધે બૂમાબૂમ કરી મૂકી. જેથી દીપડો જંગલમાં નાસી છૂટ્યો. જે બાદ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડાયા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 26 Feb 2026 04:25 PM (IST)Updated: Thu 26 Feb 2026 04:25 PM (IST)
navsari-news-leopard-attack-in-chikhli-elderly-farmer-injured-in-khamda-village-698976
HIGHLIGHTS
  • દીપડાએ ખેડૂતના પેટ અને થાપાના ભાગે પંજા મારી લોહી કાઢ્યું

Navsari: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાંભડા ગામમાં ખેતીકામ કરી રહેલા એક વયોવૃદ્ધ ખેડૂત પર દીપડાએ ઓચિંતો હુમલો કરતા વૃદ્ધ ખેડૂત ઈજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ખાંભડાના કણબીવાડમાં રહેતા નટુભાઈ પટેલ (73) ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝાડીઓમાંથી અચાનક ધસી આવેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ નટુભાઈના પેટ અને થાપાના ભાગે પંજા મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વૃદ્ધે બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો.

ઈજાગ્રસ્ત વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ બાદ ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે અને વિસ્તારમાં દીપડાને પાંજરે પૂરવા માટે પ્રબળ માંગ ઉઠી છે.