VIDEO: નવસારી બસ ડેપો પાસે ગંભીર અકસ્માત, ST બસની અડફેટે ચડ્યો બુલેટ સવાર યુવક; જુઓ CCTV ફૂટેજ

ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 04 May 2026 03:47 PM (IST)Updated: Mon, 04 May 2026 03:47 PM (IST)
navsari-accident-news-st-bus-hits-bullet-bike-youth-injured-cctv-video
HIGHLIGHTS
  • નવસારી બસ ડેપો પાસે અકસ્માત
  • બસ ડ્રાઈવરે મારી બાઈકને ટક્કર
  • બાઈક સવાર યુવક ઈજાગ્રસ્ત થયો

Navsari accident news: નવસારી બસ ડેપો નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની છે. જેમાં એસ.ટી. બસના ચાલકે એક બુલેટ સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે યુવક રોડ પર ફંગોળાયો હતો, અને તેને શરીર પર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

— Gujarati Jagran (@gujaratijagran) May 4, 2026

બસની વાગી ટક્કર, યુવક ફંગોળાયો

મળતી માહિતી મુજબ, નવસારી ડેપો પાસે જ્યારે એસ.ટી. બસ વળાંક લઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલા બુલેટ સવારને બસે અડફેટે લીધો હતો. બસની ટક્કર એટલી જોરદાર હતી કે બુલેટ સવાર યુવક હવામાં ફંગોળાઈને સીધો રોડ પર પટકાયો હતો. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

CCTV ફૂટેજમાં કેદ થઈ સમગ્ર ઘટના

આ સમગ્ર અકસ્માતની ઘટના બસ સ્ટેશન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સામે આવેલા ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સામેથી એક બુલેટ સવાર યુવક આવી રહ્યો છે, અને તે જ સમયે બસ ચાલક ટર્ન લેવા જતા બુલેટ સવાર યુવકને ટક્કર મારે છે, જેના પરિણામે યુવક રોડ પર પટકાયો હતો.