Navsari News: પ્રગતિપથ યાત્રા અંતર્ગત નવસારી જિલ્લાના કસ્બાપર ખાતે નિર્માણાધીન પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ ટાઈડલ રેગ્યુલેટર ડેમની કામગીરીનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, લોકસભાના મુખ્ય દંડક ડો. સંજય જયસ્વાલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ, નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તથા નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમની પ્રગતિ હેઠળની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડેમ દ્વારા જળસંચયની ક્ષમતામાં વધારો, દરિયાઈ ખારાશના નિયંત્રણ, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો તેમજ કૃષિ ક્ષેત્રને સિંચાઈ માટે પૂરતા જળસ્રોત ઉપલબ્ધ કરાવવામાં પ્રોજેક્ટની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મંત્રી તથા મહાનુભાવોએ સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી ટેકનિકલ બાબતો અંગે પણ માહિતી મેળવી હતી.

અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટના માધ્યમથી દરિયાઈ ખારાશના નિયંત્રણ, જળસંચય અને કૃષિ વિકાસને મળતા લાભો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોએ પ્રોજેક્ટના વિવિધ પાસાઓ અંગે માહિતી મેળવી તેની કામગીરીની સમીક્ષા કરી હતી.આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ ટાઈડલ રેગ્યુલેટર ડેમના ટેકનિકલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
