Loading...

ખેડા પોલીસ તંત્રમાં ફેરફાર: ચકલાસી, નડિયાદ અને મહિલા પોલીસ સ્ટેશનના PIની બદલી

ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એમ.બી. ભરવાડની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 28 Jan 2026 12:03 PM (IST)Updated: Wed 28 Jan 2026 12:03 PM (IST)
nadiad-news-pis-of-chaklasi-nadiad-and-mahila-police-stations-transferred-681187

Nadiad News: ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યદક્ષતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ચાર બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરાયા છે. આ અંગેનો સત્તાવાર આદેશ ગત 27 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

આ આદેશ મુજબ, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એમ.બી. ભરવાડની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. તેમની જગ્યાએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) શાખામાં કાર્યરત એસ.કે. કાંબડને ચકલાસી પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એચ. ચૌધરીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) શાખામાં નિયુક્ત કરાયા છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ વી.બી. વશને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બદલી કરી તેમને કે.એચ. ચૌધરીની જગ્યાએ મુકવામાં આવ્યા છે.