Loading...

SP હિમાંશુ સોલંકીનો મોટો નિર્ણય: મહેસાણા જિલ્લાના 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો હુકમ આપ્યો

મહેસાણા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના હુકમ આપવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sat 04 Apr 2026 02:52 PM (IST)Updated: Sat 04 Apr 2026 02:52 PM (IST)
mehsana-news-mehsana-sp-himanshu-solanki-orders-transfer-of-18-police-inspectors-721521

Mehsana News: વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાને રાખીને મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના હુકમ આપવામાં આવ્યો છે. જ્યારે આ ફેરફારને લઈને જિલ્લા પોલીસ બેડામાં ચર્ચાઓ જાગી છે.

લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ

જિલ્લા પોલીસ અધિક્ષકે કરેલા આદેશમાં મુખ્યત્વે લિવ રિઝર્વમાં રહેલા અને નવા અધિકારીઓને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ છે. તેમજ માહિતી પ્રમાણે, કુલ 18 પોલીસ અધિકારીઓમાંથી 13 પોલીસ ઇન્સ્પેક્ટરો જે હજુ સુધી લિવ રિઝર્વમાં હતા. તેમને વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિગ આપવમાં આવ્યું છે.

5 PIની બદલી કરીને બીજી જગ્યાએ નિમણૂક

મહેસાણા જિલ્લામાં પહેલાથી જ કાર્યરત એવા અન્ય 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ તેમની હાલની ફરજ પરથી બદલી કરીને બીજી જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. જ્યારે લાંબા સમય બાદ એકસાથે મોટી સંખ્યામાં બદલીઓને લીધે પોલીસ વિભાગમાં નવીનતા આવશે તેમજ કાયદો-વ્યવસ્થા સુદ્રઢ બને તેવી અપેક્ષા છે. ત્યારે તમામ બદલી થયેલા પોલીસ ઈન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી સોંપાયેલા નવા પોલીસ મથકોમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.