Mehsana News: મહેસાણા જિલ્લા ફૂડ વિભાગને બજારમાં વેચાઈ રહેલા દેશી અને સફેદ બંને ગોળમાં સિન્થેટિક ફૂડ કલર આવતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાથી મહેસાણા શહેર સહિત જિલ્લામાં વેચાણ થઈ રહેલા તમામ ગોળની સર્વે કામગીરી હાથ ધરી હતી.
પ્રતિષ્ઠિત કંપનીઓના ગોળમાં સિન્થેટિક કલર
જિલ્લા ફૂડ વિભાગની ટીમે પોપટ છાપ અને રસમલાઈ જેવી બ્રાન્ડેડ કંપનીઓના ગોળના નમૂના મહેસાણા જિલ્લા ફૂડ વિભાગમા તપાસ માટે મોકલ્યા હતા, જે પરિક્ષણમાં ફેઈલ ગયા છે. તેમજ આ બંને ગોળમાંથી પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી હતી. જેથી બંને બ્રાન્ડના ગોળનું વેચાણ કરતી બે ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોળના 4 નમૂના ફેઈલ ગયા
સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ દેદિયાસણ જીઆઇડીસી સ્થિત હરિક્રિષ્ણા માર્કેટિંગ ખાતેથી ગોળના 6 નમૂના પરિક્ષણ માટે લેવામાં આવ્યા હતા. તે પૈકીના 4 નમૂનામાં સિન્થેટિક ફૂડ કલર મળી આવતા 4 નમૂના ફેઈલ ગયા છે.
