Mahisagar: ખોટા લગ્ન કરાવી ₹ 2.70 લાખ પડાવનારી 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ, SOGએ બે મહિલાને દબોચી

મહીસાગર SOG એ લુણાવાડામાં લગ્નના નામે છેતરપિંડી આચરતી લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપી. કોકિલાબેન પરમાર સહિત બે મહિલા આરોપીઓની ધરપકડ કરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 14 Jun 2026 03:38 PM (IST)Updated: Sun, 14 Jun 2026 04:30 PM (IST)
mahisagar-news-looteri-dulhan-gang-busted-lunawada-sog-police-two-women-arrest

Mahisagar News: મહીસાગર જિલ્લામાં લુંટેરી દુલ્હન ગેંગનો SOG દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ જે યુવકોના લગ્ન ન થતાં હોય તેવા યુવકોને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરતી હતી. આ ગુનામાં એક યુવકે લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં યુવક પાસેથી રુ. 2.70 લાખ લઈને દુલ્હન સહીત બે મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. જેમને પોલીસે ઝડપી લીધા હતા.

યુવક લુંટેરી દુલ્હનનો શિકાર બન્યો

મળતી માહિતી મુજબ, લુણાવાડાના ગ્રામ્ય પંથકના એક યુવકના લગ્ન થતા નહોતા. આથી આરોપી ટોળકીએ યુવકને લગ્નની લાલચ આપીને યુવતી બતાવી હતી. ખોટી લગ્ન વિધિ બાદ યુવતી થોડા સમય માટે યુવક સાથે પત્ની તરીકે રહી હતી. તક જોઈને યુવકના ઘરમાંથી રોકડ અને દાગીના સહિત કુલ 2.70 લાખ લઈને નાસી ગઈ હતી.

ગેંગની બે મહિલાઓ ઝડપાઈ

જ્યારે યુવકને છેતરપિંડીની જાણ થઈ. આથી તેણે લુણાવાડા પોલીસ મથકમાં FIR દાખલ કરાવી હતી. SOG ની તપાસમાં કુલ 7 આરોપીઓ હોવાનું સામે આવ્યું. ટીમે મુખ્ય આરોપી કોકીલાબેન પરમાર અને સાગરિત મહિલા સુરેખાબેન રાજેશભાઈ યાદવને પકડી લીધા હતા. હાલ પોલીસે બંને આરોપી મહિલાઓને ઝડપી લઈને સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.

મહિલા ગેંગે અન્ય કયા યુવક સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. લૂંટેરી દુલ્હનના નિશાને કોણ કોણ આવ્યું. તેમજ આમાં કોણ કોણ સંડોવાયેલ છે. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.