Sasan Gir Lion Cub Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક બાળ સિંહ ઝાડ પર ચડતો જોવા મળી રહ્યો છે. સિંહ બાળને ઝાડ પર ચડતો જોઇને માતાનો જીવ અદ્ધર થઇ જાય છે અને ત્યાં આવી પહોંચે છે. આ દૃશ્યો સાસણ ગીરમાં આવેલા એક પ્રવાસી દ્વારા પોતાના કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા હતા. જે હાલ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.
આ વીડિયો ક્યારનો છે એ તેની કોઇ પૃષ્ટિ થઇ શકી નથી. પરંતુ વીડિયો સાસણ ગીરનો હોવાનું સામે આવ્યું છે. સાસણ ગીરમાં સફારી રૂટ પર કેટલાક પ્રવાસીઓ સિંહ દર્શન કરવા જઇ રહ્યાં હતા. જે દરમિયાન તેમને આ દૃશ્ય જોવા મળ્યું હતું.
બાળ સિંહ ઝાડ પર ચડી ગયું
પ્રવાસીઓ સફારી રૂટ પર આગળ વધી રહ્યાં હતા ત્યારે એક સિંહણ સિંહ બાળ સાથે આરામ ફરમાવી રહી હતી. જોકે થોડીવારમાં બાળ સિંહ માતા પાસેથી દૂર જાય છે અને એક ઝાડ પાસે ઉભું રહે છે. જોતા જોતામાં આ બાળ ઝાડ પર ચડવા લાગે છે. પ્રવાસીઓ દ્વારા આ દૃશ્યને કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું.

સિંહણનો જીવ અદ્ધર થઇ ગયો
બાળ સિંહને ઝાડ પર ચડતું જોઇને સિંહણનો શ્વાસ અદ્ધર થઇ ગયો હતો. સિંહણ તુરંત જ એ ઝાડ પાસે દોડી આવે છે અને ઝાડ પરથી બાળ સિંહને સુરક્ષિત રીતે નીચે ઉતારવા મદદ કરવા લાગે છે. આ તકે સિંહણનું માતૃત્વ અને બાળકની સુરક્ષાનો ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. હાજર પ્રવાસીઓ દ્વારા આ ક્ષણને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
ધારી પંથકમાં છતડીયા નજીક એકસાથે 11 સાવજોએ રસ્તો ક્રોસ કર્યો
અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વનરાજનો દબદબો જોવા મળ્યો છે. ધારીના છતડીયા ગામ નજીક સ્ટેટ હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું રસ્તો ક્રોસ કરતું જોવા મળતા વાહનચાલકોમાં કુતૂહલ સાથે ફાળ પડી હતી. જોકે, વનવિભાગની સતર્કતાને કારણે કોઈ પણ અઘટિત ઘટના વગર સિંહોએ સલામત રીતે માર્ગ પસાર કર્યો હતો.
