Loading...

Junagadh–Delwada Train: જૂનાગઢ–દેલવાડા મીટરગેજ ટ્રેન 25 માર્ચથી ફરી શરૂ થશે, ચાલાલા જતી ટ્રેનના સમયમાં ફેરફાર

ટ્રેન નંબર 52952 (જૂનાગઢ–દેલવાડા દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન) તારીખ 25.03.2026થી શરૂ થશે. આ ટ્રેન જૂનાગઢથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરીને બપોરે 14:40 વાગ્યે દેલવાડા પહોંચશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Mar 2026 03:48 PM (IST)Updated: Tue 24 Mar 2026 04:00 PM (IST)
junagadh-delwada-train-to-resume-from-march-25-timing-change-announced-714474

Junagadh–Delwada Train News: મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જૂનાગઢ–દેલવાડા મીટરગેજ પેસેન્જર ટ્રેનને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કામગીરીની જરૂરિયાતો તથા મુસાફરોના હિતોને ધ્યાનમાં રાખીને સક્ષમ સત્તાધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. આ ટ્રેન 25 માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે. જ્યારે ચાલાલા જૂનાગઢ વચ્ચેની ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે.

જૂનાગઢ–દેલવાડા મીટરગેજ ટ્રેનનું પુનઃ સંચાલન 25 માર્ચથી

મળેલ માહિતી મુજબ, ટ્રેન નંબર 52951/52952 (દેલવાડા–જૂનાગઢ–દેલવાડા દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન)નું સંચાલન તારીખ 25 માર્ચ 2026થી ફરી શરૂ કરવામાં આવશે. ટ્રેન નંબર 52952 (જૂનાગઢ–દેલવાડા દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન) તારીખ 25.03.2026થી શરૂ થશે. આ ટ્રેન જૂનાગઢથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરીને બપોરે 14:40 વાગ્યે દેલવાડા પહોંચશે.

ટ્રેન નંબર 52951 (દેલવાડા–જૂનાગઢ દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન) તારીખ 26.03.2026થી શરૂ થશે. આ ટ્રેન દેલવાડાથી સવારે 11:00 વાગ્યે પ્રસ્થાન કરીને સાંજે 17:25 વાગ્યે જૂનાગઢ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ઊના, ગીરગઢડા, હડમડિયા, જામવાલા, વલાદર, પ્રાચી, ગીર હડમતિયા, જામ્બુર, તાલાળા, ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેશ, સતાધાર, વિસાવદર, જૂની ચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર રોકાશે.

જૂનાગઢ–ચાલાલા મીટરગેજ ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર

તે ઉપરાંત, ટ્રેન નંબર 09595/09596 (જૂનાગઢ–ચાલાલા–જૂનાગઢ દૈનિક મીટરગેજ પેસેન્જર સ્પેશિયલ)ના સમયમાં તારીખ 25 માર્ચ 2026થી આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09595 (જૂનાગઢ–ચાલાલા દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન) હવે સવારે 10:40 વાગ્યાની જગ્યાએ 11:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને 14:10 વાગ્યાની જગ્યાએ 14:50 વાગ્યે ચાલાલા પહોંચશે.

ટ્રેન નંબર 09596 (ચાલાલા–જૂનાગઢ દૈનિક મીટરગેજ પેસેન્જર ટ્રેન) હવે 14:40 વાગ્યાની જગ્યાએ 15:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને 17:35 વાગ્યાની જગ્યાએ 18:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. ટ્રેન નંબર 52933/52956 (જૂનાગઢ–વેરાવળ–જૂનાગઢ) દૈનિક પેસેન્જર ટ્રેનને તારીખ 25 માર્ચ 2026થી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.