New Delhi News: વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ સંબંધિત કેસમાં 'વનતારા' વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજીમાં અગાઉ ઉચ્ચ સ્તરીય SIT દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી ચૂકેલા કેસોને ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું વનતારા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે.
SIT તપાસ અને કાનૂની પ્રક્રિયાઓ
આ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ એક SIT ની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ હતા અને તેમાં હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, પૂર્વ પોલીસ કમિશનર અને વરિષ્ઠ કસ્ટમ અધિકારીઓ સામેલ હતા. જોકે, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે પુષ્ટિ કરી છે કે વનતારાએ હંમેશા સદ્ભાવનાથી કામ કર્યું છે. જો કોઈ વિદેશી નિકાસકાર દ્વારા પોતાના દેશમાં કોઈ અનિયમિતતા આચરવામાં આવે છે, તો પ્રાણીઓને કાયદેસર રીતે મેળવનાર ભારતીય સંસ્થા પર તેની કોઈ જવાબદારી બનતી નથી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે UAE, વેનેઝુએલા, બ્રાઝિલ, ચેક રિપબ્લિક અને દક્ષિણ આફ્રિકા સહિતના અન્ય દેશોમાંથી લાવવામાં આવેલા પ્રાણીઓનું ટ્રાન્સફર કાયદેસર દસ્તાવેજો અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરીના આધારે જ થયું, જેને કોર્ટે બિન-વ્યવસાયિક અને 'ઝૂ-ટુ-ઝૂ' (Zoo-to-Zoo) ટ્રાન્સફર ગણાવ્યું છે.
"વનતારામાં પ્રાણીઓની સંવેદનશીલતા સાથે દેખભાળ કરવામાં આવે છે, અને તેને આજીવન સુરક્ષા આપવામાં આવી રહી છે." -- વિવાન કરણી (CEO, વનતારા)
જામનગરમાં થઈ રહ્યું છે વૈશ્વિક સ્તરનું કામ
સુપ્રીમ કોર્ટે ખાસ નોંધ લીધી અને સ્વીકાર્યું કે જામનગરમાં વૈશ્વિક સ્તરનું અને મહત્વનું સંરક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોર્ટે અવલોકન કરતા જણાવ્યું કે, કાયદાકીય રીતે લાવવામાં આવેલા આ પ્રાણીઓને જે સુરક્ષિત વાતાવરણ અને દેખભાળ મળી રહી છે, ત્યાંથી તેમને હટાવવા તે પ્રાણીઓના હિતમાં નથી, બલ્કે તે ક્રૂરતાના દાયરામાં આવશે.
આ પણ વાંચો: જામનગરના 300 વર્ષ જૂના બાંધણી ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ, માંગમાં 80 ટકા સુધીનો ઘટાડો; જાણો કારણ?
વનતારાના CEO નું નિવેદન-પ્રતિક્રિયા
આ અંગે વનતારાના CEO વિવાન કરણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "દેશની સર્વોચ્ચ અદાલતે ફરી એકવાર માત્ર અમારા કામની પ્રામાણિકતા જ નહીં, પરંતુ તેની પાછળની ભાવનાને પણ માન્યતા આપી છે. વનતારામાં સંરક્ષણ એ માત્ર કોઈ દાવો નથી, પરંતુ તે કરુણાનું કાર્ય છે. વનતારામાં આવેલ દરેક પ્રાણી કાનૂની પ્રક્રિયા હેઠળ આવ્યું છે.
