Jamnagar News: જામનગર શહેરમાં દુષ્કર્મની એક આઘાતજનક ઘટના સામે આવી છે. એક 14 વર્ષની સગીરા પર આરોપીએ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દિધી હતી. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને બાળકીના ડિએનએ ટેસ્ટ બાદ કાર્યવાહી શરુ કરવામાં આવશે.
સગીરા બનશે કુંવારી માતા
મળતી માહિતી મુજબ, જામનગર શહેરનાં ખાખીવાડ વિસ્તારમાં એક 14 વર્ષની માસૂમ સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી. આરોપી શબ્બીર અબ્બાસ મહુરે સગીરાને ઘરે લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે બાળકીને પેટમાં દુખાવો ઉપડતા તેને નજીકના સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં સામે આવ્યું કે, સગીરાને આઠ માસનો ગર્ભ છે. આ વાતની જાણ માતા-પિતાને કરાતા તેમના માથે આભ ફાટી પડ્યું હતું.
દુષ્કર્મના આરોપીની ધરપકડ કરાઈ
સગીરાને આ અંગે પૂછતા તેણે વિગતો આપી હતી. સગીરાને દિવાળીના સમયે આરોપી ઘરે લઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપીને લીધે બાળકીને આઠ માસનો ગર્ભ રહ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલભેગો કર્યો છે. બાળકના જન્મ બાદ ડીએનએ ટેસ્ટમાં બાળકનો પિતા કોણ છે? તે અંગે જાણી શકાશે.
