Jamnagar: ઇંધણની અછતના સમાચારથી જામનગરવાસીઓ ચિંતામાં મૂકાયા, આખરે જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા

ઈંધણની અછતના સમાચારોને લઈને જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે...

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Mar 2026 01:17 PM (IST)Updated: Thu, 12 Mar 2026 01:17 PM (IST)
jamnagar-fuel-shortage-rumours-petrol-and-diesel-sufficient-quantity-available
HIGHLIGHTS
  • જામનગર જિલ્લામાં ઇંધણની અછતના સમાચાર
  • પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવા હતી
  • જામનગર જિલ્લા કલેક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી

Jamnagar Petrol-Diesel shortage Rumors: જામનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ઘણી અફવા ફેલાઈ હતી, જેને લઈને નાગરિકોમાં ઘણી અસ્પષ્ટતા જોવા મળી છે. આ અંગે જિલ્લા વહીવટી તંત્રે પેટ્રોલિયમ કંપનીઓ અને ડીલરો સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઈંધણની અછતના વહેતા સમાચારોને લઈને હવે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે.

જામનગરમાં ઇંધણની અછત કે અફવા?

જામનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર ફેલાયા હતા. જેને લઈને નાગરિકો ચિંતામાં મૂકાયા હતા. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્રે આ બાબતે જિલ્લાની પેટ્રોલિયમ કંપનીઓ, ડીલરો અને પેટ્રોલ પંપના માલિકો સાથે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિગતવાર ચર્ચા વિચારણા કરી અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે, 11 માર્ચ 2026 ના રોજ જામનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર ઇંધણનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. તેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ મૂકવો નહીં.  તેમજ કોઈપણ પ્રકારની ભયાવહ પરિસ્થિતિમાં આવવું નહી. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર પાયાવિહોણી અફવા ફેલાવનારા શખ્સો સામે કડક પગલાં લેવા માટે પોલીસ વિભાગને જરુરી આદેશ આપવામાં આવ્યો છે.  

અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી

ઇંધણની અછત બાબતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે, અમુક પેટ્રોલ પંપ પર સ્થાનિક પરિસ્થિતિને કારણે હાલ ઇંધણનો જથ્થો ઉપલબ્ધ નથી. ત્યાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની તાત્કાલિક આપૂર્તિ કરવા માટે તમામ પેટ્રોલિયમ કંપનીઓને તંત્રે કડક સૂચના આપી છે.  પાયાવિહોણી અફવા ફેલાવનારા શખ્સો સામે કડક પગલાં લેવા માટે પોલીસ વિભાગને જરુરી આદેશ આપવામાં આવ્યો છે. 

પેટ્રોલ પંપના માલિકે કરી મોટી સ્પષ્ટતા

જામનગરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા અંગે દિગ્જામ સર્કલ પાસે આવેલ તંબોલી પેટ્રોલિયમના માલિક નિતેશ તંબોલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હાલમાં શહેરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઇંધણનો જથ્થો મર્યાદિત છે અથવા ઉપલબ્ધ નથી, તેવી પાયાવિહોણી અફવાઓથી કોઈપણ નાગરિક ગભરાવવાની જરૂર નથી. સાથે જ જામનગરના લોકોને સંગ્રહખોરીથી દૂર રહેવા માટે અપીલ કરી હતી.  

લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

પેટ્રોલ પંપ માલિકના જણાવ્યા મુજબ જામનગરના તમામ પેટ્રોલ પંપ પાસે ઇંધણનો પર્યાપ્ત સ્ટોક હોવાથી, નાગરિકોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કોઈપણ મર્યાદા વગર પેટ્રોલ-ડીઝલ મળતું રહેશે. જામનગર પેટ્રોલ પંપ એસોસિએશનના તમામ સભ્યો સંપૂર્ણપણે કટિબદ્ધ છે. નાગરિકોને અનુરોધ છે કે તેઓ ખોટી અફવાઓ ધ્યાને ન લે, ગેરમાર્ગે ન દોરાય તેમજ અકારણ પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી ન કરે, જેથી બિનજરૂરી ભયાવહ સ્થિતિ ઊભી ન થાય.