Tiffany Trump in Jamnagar: કોઈ આંતરાષ્ટ્રિય મહેમાન દિલ્હીમાં આવે અને વનતારામાં ન આવે તેવું બને નહીં? તેમાય ખાસ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારમાંથી કોઈ આવે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ટિફ્ની ટ્રમ્પ બે દિવસ પહેલા નવી દિલ્હી પહોંચ્યા બાદ આજે જામનગર આવી પહોંચ્યા છે. ટિફ્ની ટ્રમ્પની સાથે તેમના પતિ માઈકલ બોલોસ પણ ખાસ મુલાકાતે જામનગર આવ્યા છે. અહીં તેઓ વનતારાની મુલાકાત લેશે.
રિલાયન્સ વનતારાના મહેમાન બનશે ટિફ્ની
પ્રાપ્ત માહિતી અનુસાર, ટિફ્ની ટ્રમ્પ અને માઈકલ બોલોસ રિલાયન્સના 'વનતારા' પ્રોજેક્ટની મુલાકાત લેશે અને ત્યાંના મહેમાન બનશે. વનતારાની પ્રાણી સૃષ્ટિ અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ નિહાળવા તેઓ જામનગર પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી Tiffany Trump જામનગરમાં વનતારાની મુલાકાત#Donaldtrump #TiffanyTrump #jamnagar #vantara #GujaratiJagran #us #america pic.twitter.com/cR6suIHlpE
ટિફ્ની ટ્રમ્પના આગમનને પગલે જામનગર એરપોર્ટ પર વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીફની ટ્રમ્પનો કાફલો જામનગર પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે રિલાયન્સ ગ્રીન્સ તરફ રવાના થયો હતો. આ વીઆઈપી મુલાકાતને લઈને તંત્ર સતર્ક જોવા મળ્યું હતું અને સમગ્ર રૂટ પર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસે ગઈકાલે નવી દિલ્લી સ્થિત વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.
ટિફની ટ્રમ્પે રાજસ્થાનના જેસલમેરની મુલાકાત લઈ તેના પણ વખાણ કર્યા હતા.
Having the most incredible visit to India with our dear friend @USAmbIndia 🤎 pic.twitter.com/JEQJKLgWnu
An incredible visit to the Taj Mahal ✨What a dream come true ☀️ pic.twitter.com/kH2JVwN6Gi
