Birth-death certi Correction: સિંગલ પેરેન્ટ્સ, છૂટાછેડા લીધેલા માતા-પિતા માટે ઉપયોગી કહી શકાય તેવો એક મોટો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવામાં ચાલતી લાંબી પ્રક્રિયા સહિતની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. આ નવા નિયમ અનુસાર હવે બાળકના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખી શકાશે.
જન્મ-મરણના દાખલામાં સુધારાના નવા નિયમો
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા 26 નવેમ્બર, 2025 એ જાહેર કરેલી નવી એડવાઈઝરી અમલમાં મૂકવામાં આવી આવી છે. બદલાયેલા સામાજિક માળખા અને સિંગલ પેરેન્ટ્સની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જન્મ-મરણના દાખલામાં થતા સુધારા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખી શકાશે.
આ પણ વાંચો: જાગરણ-ડિજીકવચ ઝુંબેશ: ગાઝિયાબાદના રહેવાસીઓ ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણ્યું
જન્મના દાખલામાં માતાનું નામ લખી શકાશે
નોંધનીય છે કે, ટેકનિકલ કારણોસર વર્ષ 2019 પછીનો ડેટા રિકવર ન થતો હોવાથી, હાલ 2019 પહેલા નોંધાયેલા તમામ જન્મના દાખલામાં અમલ શરૂ કર્યો છે. આ નિર્ણય બાદ હવે જન્મ-મરણના દાખલામાં એકથી વધુ વખત સુધારો કરી શકાશે. વધુમાં જન્મના દાખલામાં હવે નામ તમારી મરજી મુજબ, માતાનું નામ લખી શકાશે.
