Loading...

Gandhinagar: ચ-5 સર્કલ નજીક વહેલી સવારે અકસ્માત; ડમ્પર સાથે અથડાતા બાઈક ફંગોળાયું, જન્મદિને જ યુવકને કાળ ભરખી ગયો

મૃતક યુવક MLA ક્વાટર્સ ખાતે નોકરી જવા સવારે નીકળ્યો હતો. વધુમાં, આજે મૃતકનો જન્મદિવસ હતો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 06 Feb 2026 11:33 AM (IST)Updated: Fri 06 Feb 2026 01:44 PM (IST)
gandhinagar-early-morning-accident-biker-dies-hit-by-truck-near-ch-5-circle-686747
HIGHLIGHTS
  • ગાંધીનગર ચ-5 સર્કલ નજીક સર્જાયો જીવલેણ અકસ્માત
  • વહેલી સવારે ડમ્પર અને બાઈક વચ્ચે થઈ જોરદાર ટક્કર 
  • બાઈક પર સવારે બે યુવક ફંગોળાયા, ચાલકનું સ્થળ પર મોત

Gandhinagar Accident: આજે વહેલી સવારે ગાંધીનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે 6 ફેબ્રુઆરીની વહેલી સવારે ગાંધીનગરના ચ-5 સર્કલ નજીક એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થતા એક ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે આ બનાવમાં બાઇક પર સવાર યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે.

ડમ્પર સાથે અથડાયું બાઈક, યુવકનું સ્થળ પર જ મોત

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે બે યુવક બાઇક પર નોકરી સ્થળે જઈ રહ્યા હતા. આ દરમિયાન ચ-5 સર્કલ પાસે ટર્ન લઈ રહેલા એક ડમ્પર સાથે બાઈકનો અકસ્માત થયો હતો. પાછળથી આવી રહેલી બાઈક ડમ્પર સાથે અથડાઈ હતી. ટક્કર લાગતા જ બાઈક પર સવાર બે લોકો ફંગોળાયા હતા. જોકે, બાઈક ચલાવતા યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મૃતકનો આજે જન્મદિન, ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી

આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ સ્ટાફે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર બાઈક ચાલકનો આજે જન્મદિવસ હતો.