Loading...

CM Bhupendra Patel: રાજ્યમાં PNG અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સમીક્ષા; CM ભૂપેન્દ્ર પટેલે ગેસ વિતરણ નેટવર્ક અંગે લીધા મહત્વના નિર્ણયો

ગુજરાત રાજયમાં હોટલ, રેસ્ટોરન્ટ અને સંસ્થાઓને હવે તત્કાલ મળશે નવા PNG કનેક્શન

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 13 Mar 2026 11:52 PM (IST)Updated: Fri 13 Mar 2026 11:52 PM (IST)
cm-bhupendra-patel-announces-instant-png-connections-for-hotels-restaurants-and-institutes-in-gujarat-707858

CM Bhupendra Patel: મુખ્યમંત્રીએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઈપલાઈન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માંગણી કરે તો ત્યાં તત્કાલ અસરથી કનેક્શન આપી દેવાશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠામંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠો (પીએનજી)ના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, જીએસપીસીના એમડી અવંતિકા સચિવ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાતં પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.