Loading...

Holi in Dwarka 2026: હોળી-ઘૂળેટીમાં દ્વારકા જવાનું વિચારો છો? તો જાણી લો આવતીકાલથી આ વિસ્તારોમાં વાહનોના પ્રવેશ પર રહેશે પ્રતિબંધ

આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Feb 2026 03:29 PM (IST)Updated: Tue 24 Feb 2026 03:29 PM (IST)
planning-dwarka-visit-for-holi-dhuleti-2026-vehicle-entry-ban-in-key-areas-from-tomorrow-697851

Holi Dhuleti in Dwarka 2026: આગામી હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે દ્વારકા શહેરમાં અને આસપાસના માર્ગો પર વાહનોના સુચારુ સંચાલન, અકસ્માતો નિવારવા તથા યાત્રાળુઓની સુરક્ષા જાળવવા માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, 25 ફેબ્રુઆરી 2026ના સવારના 8 વાગ્યાથી 5 માર્ચ 2026ના રાત્રિના 8 વાગ્યા સુધી દ્વારકા શહેરમાં પ્રવેશતા તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ ભારે વાહનો માટે ડાયવર્ઝન અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાર્કિંગ તથા નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન આ વિસ્તારોમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દૃષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

25 ફેબ્રુઆરી 2026ના સવારના 8 વાગ્યાથી 5 માર્ચ 2026ના રાત્રિના 8 વાગ્યા સુધી દ્વારકા શહેરમાં હાથીગેટથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક - કીર્તિસ્તંભ - દ્વારકાધીશ મંદિર તરફ, મહાજન બજારથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, બ્રહ્મ કુંડથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ અને કીર્તિસ્તંભ સર્કલથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફથી ભારે વાહન તમામ/ કાર/ થ્રી વ્હીલ/ ટુ વ્હીલના પ્રવેશ પર, ધીંગેશ્વર મંદિરની સામેની ગલી દ્વારકાધીશ મંદિર તરફ અને શાકમાર્કેટ ચોકથી મહાજન બજાર/ નીલકંઠ ચોક/ શ્રી દ્વારકાધીશ મંદિર તરફ ભારે વાહનો તમામ/ કાર/ થ્રી વ્હીલના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તેમજ ઇસ્કોનગેટથી - ભથાણ ચોક - જોધાભા માણેક ચોક - દ્વારકાધીશ મંદિર તરફ ભારે વાહનો તમામ / કાર પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કીટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ તથા પ્રીતમ વ્યાયામ તરફ જતા રસ્તે ભારે વાહનો તમામ તેમજ બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું અત્રેથી અથવા પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી અપાયેલા વાહનો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનો તેમજ ઇમરજન્સી વાહનોને લાગુ પડશે નહિ.

હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ

આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાની રૂએ 25 ફેબ્રુઆરી 2026ના સવારના 8 વાગ્યાથી 5 માર્ચ 2026ના રાત્રિના 8 વાગ્યા સુધી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ટોરસ, ડમ્પર, બસ જેવા ભારે વાહનો માટે લીંબડી ચેકપોસ્ટથી ચરકલા જતા રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા તરફ જતા રોડ તેમજ ચરકલા રેલવે ફાટકથી મુળવાનાથની જગ્યા સુધીના રોડને પ્રવેશબંધી પોઇન્ટ જાહેર કરાયો છે. જ્યારે લીંબડી ચેકપોસ્ટથી ભાટીયા બાયપાસ - કુરંગા ચોકડી, ઓખામઢી - બરડિયા થઈ દ્વારકા તેમજ દ્વારકા તરફથી બરડિયા - કુરંગા – ભાટીયા-લીંબડી ચેકપોસ્ટ - જામ ખંભાળીયા તથા ફાટકથી બરડિયા-કુરંગા-ભાટિયા- લીંબડી ચેકપોસ્ટ-જામ ખંભાળીયા ડાયવર્ઝન જાહેર કરાયું છે.

હોળી – ધુળેટીના તહેવાર દરમ્યાન આ વિસ્તારો પાર્કીંગ ઝોન અને નો-પાર્કીંગ ઝોન જાહેર

આગામી હોળી – ધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા દ્વારકા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ દ્વારકા શહેરમાં 25 ફેબ્રુઆરી 2026થી 5 માર્ચ 2026 સુધી પાર્કિગ-ઝોન અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

આ જાહેરનામા અન્વયે દ્વારકા શહેરમાં 25 ફેબ્રુઆરી 2026થી 5 માર્ચ 2026 સુધી પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ ચોક સુધીના તેમજ શાક માર્કેટ ચોકની આજુ – બાજુનો વિસ્તાર ૫૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા એસ.ટી.ડેપોના વિસ્તાર તેમજ કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુ-બાજુના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન જાહેર કરેલ છે

જ્યારે હાથીગેટ પાર્કિંગ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું ખુલ્લું મેદાન અને સ્વામિનારાયણ મંદીરના ગ્રાઉન્ડનું પાછળનું ગ્રાઉન્ડ, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, લાપીનોઝ પિત્ઝા બાજુમાં ફોર વ્હીલ, થ્રી વ્હીલ અને ભારે વાહનો માટે પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષા પાત્ર થશે.