Shivrajpur Beach News: દ્વારકાના જગપ્રખ્યાત શિવરાજપુર બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ છે? તો પહેલા આ વાંચી લો

Shivrajpur Beach Closure Update: દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે કામના છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 01 Jun 2026 03:40 PM (IST)Updated: Mon, 01 Jun 2026 03:40 PM (IST)
devbhumi-dwarka-shivrajpur-beach-entry-ban-till-30-july-2026

Shivrajpur Beach Closure Update: દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણે કે શિવરાજપુર બીચને લઈને મહત્વનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

શિવરાજપુર બીચ પર ક્યાં સુધી સ્વિમિંગનો પ્રતિબંધ છે?

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે, જે અનુસાર શિવરાજપુર બિચ પર પ્રવાસી અને સ્થાનિકો માટે નહાવા કે સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામું તા. 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધ લાઈટ હાઉસ સર્વે નંબર 58 થી શિવરાજપુર ખાડી-2ના છેડા સુધી અમલમાં રહેશે.

દ્વારકામાં આવેલ શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓ દ્વારકાધીશના દર્શને આવે એટલે શિવરાજપુર બીચની મુલાકાત લેવાનું ચૂકતા નથી. કારણ કે શિવરાજપુર બીચ પર ગોવા જેવો અનુભવ થાય છે. અહીંનો સ્વચ્છ દરિયો પ્રવાસીઓને આકર્ષે છે.

બીજી તરફ રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે ત્યારે ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકાતા તેઓને ઝટકો લાગી શકે છે.