Dang: ગુજરાત ભાજપનું ડાંગ જિલ્લાનું સંગઠન માળખું જાહેર, તમામ મોરચાના પ્રમુખ અને ઉપ-પ્રમુખના નામનું એલાન

ડાંગ મહિલા મોરચાના પ્રમુખ તરીકે યોગિતાબેન બાગુલ તેમજ મહામંત્રી તરીકે જાગૃતિબેન ગામિત અને રવિનાબેન ગાવીતની વરણી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jan 2026 09:56 PM (IST)Updated: Tue, 27 Jan 2026 09:56 PM (IST)
dang-news-district-bjp-announces-new-executive-committee-under-kishorbhai-gavit
HIGHLIGHTS
  • 8 મંત્રી, 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રીના નામની જાહેરાત

Dang: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક પછી એક જિલ્લાના સંગઠન માળખાની જાહેરાત કરી રહ્યા છે. આણંદ અને દાહોદ બાદ ગુજરાત ભાજપ દ્વારા ડાંગ જિલ્લાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ એમ. ગાવિત દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ જિલ્લાના નવા સંગઠનાત્મક માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં 8-8 મંત્રી અને ઉપ-પ્રમુખ ઉપરાંત 3 મહામંત્રીના નામનું એલાન કરવામાં આવ્યું છે.

મુખ્ય નિમણૂકો અને સંગઠન માળખું:
નવા માળખામાં ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ ભોયે, હરિરામભાઈ સાવંત અને કાંતિલાલભાઈ રાઉત સહિત 8 સભ્યોની વરણી કરવામાં આવી છે.

સંગઠનમાં વહીવટી જવાબદારી સંભાળવા માટે મહામંત્રી તરીકે શંકરભાઈ પવાર અને બૂધુભાઈ કામડીની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે શ્યામભાઈ માહલા અને આઈ.ટી. ઇન્ચાર્જ તરીકે ભાવેશભાઈ ગામિતને જવાબદારી સોંપાઈ છે.

વિવિધ મોરચાના પ્રમુખો: પાર્ટીએ વિવિધ પાંખોને મજબૂત કરવા માટે મોરચાના પ્રમુખોની પણ નિમણૂક કરી છે:

યુવા મોરચો: આઝાદસિંહ બધેલ

મહિલા મોરચો: યોગિતાબેન બાગુલ

કિસાન મોરચો: મધુકરભાઈ ભોયે

બક્ષીપંચ (OBC) મોરચો: ક્રિષ્નાભાઈ પવાર

અનુસૂચિત જાતિ મોરચો: ભદ્રેશભાઈ સોલંકી

અનુસૂચિત જન જાતિ મોરચો: દિપકભાઈ જાદવ

લઘુમતી મોરચો: મહિન્દ્રભાઈ માસ્ટર