Loading...

Chhota Udepur News: કોલી ગામમાં દીપડાએ હુમલો કરતા 65 વર્ષીય વૃદ્ધ ઘાયલ, દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ

કોલી ગામના 65 વર્ષીય મોહનભાઈ રાઠવા આજે સવારે લગભગ 7 વાગ્યાના સુમારે પોતાના ખેતરમાં ગયા હતા. તે સમયે અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 28 Jan 2026 12:31 PM (IST)Updated: Wed 28 Jan 2026 12:31 PM (IST)
chhota-udepur-leopard-attack-65-year-old-farmer-injured-forest-dept-starts-operation-681212

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ કોલી ગામે આજે વહેલી સવારે ખેતરમાં કામ કરી રહેલા એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને ગળા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે છોટાઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોલી ગામના 65 વર્ષીય મોહનભાઈ રાઠવા આજે સવારે લગભગ 7 વાગ્યાના સુમારે પોતાના ખેતરમાં ગયા હતા. તે સમયે અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી મોહનભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હુમલા બાદ મોહનભાઈએ બૂમાબૂમ કરતાં તેમના દીકરા રાકેશભાઈએ અવાજ સાંભળી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાકેશભાઈની બૂમોથી દીપડો નાસી છૂટ્યો હતો. રાકેશભાઈ પિતા મોહનભાઈને તાત્કાલિક છોટાઉદેપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં દીપડાની વસ્તી નોંધપાત્ર છે. શિકારની શોધમાં દીપડો અવાર-નવાર માનવ વસ્તીમાં આવી જાય છે. દીપડાની હુમલાની ઘટનાઓ બનતી રહે છે. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ કોલી ગામ પહોંચી હતી અને દીપડાને પકડવા તેમજ સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.