Loading...

Bodeli Nagarpalika Election: બોડેલી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકોની ફાળવણી? જાણો વિગતવાર

આ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 22 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 11 Jan 2026 05:24 PM (IST)Updated: Sun 11 Jan 2026 06:10 PM (IST)
bodeli-nagarpalika-election-2026-ward-wise-seat-reservations-announced-672303

Bodeli Nagarpalika Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે છોટા ઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા(Bodeli Nagarpalika) માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આ નિર્ણય આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election)માં લાગુ પડશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, બોડેલી નગરપાલિકા(Bodeli Nagarpalika Election)ની કુલ વસતી 28353 છે. આ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 22 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 22 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે, જ્યારે 6 બેઠકો સામાન્ય (બિનઅનામત) રહેશે.

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક; અનુસૂચિત આદિજાતિ (ST) માટે 5 બેઠકો, જેમાં 2 મહિલા અનામત; અને પછાતવર્ગ (OBC) માટે 8 બેઠકો, જેમાં 4 મહિલા અનામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 6 બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. કુલ મળીને, 22 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત કરાઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ આ નવા સીમાંકન અને અનામત બેઠકોના આધારે યોજાશે.

બોડેલી નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

બોડેલી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે)28353
કુલ વોર્ડની સંખ્યા7
બેઠકોની સંખ્યા28
કુલ સ્ત્રી બેઠકો14
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા1
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા5 ( 2 મહિલા અનામત)
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા8 ( 4 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો22
સામાન્ય બેઠકો6

વોર્ડ નંવોર્ડની વસતીપ્રથમ બેઠક (મહિલા અનામત)બીજી બેઠક (મહિલા અનામત)ત્રીજી બેઠકચોથી બેઠક
13740અ.સૂ.આ. જાતિસામાન્યઅ.સૂ. જાતિપછાતવર્ગ
24152અ.સૂ.આ. જાતિસામાન્યપછાતવર્ગસામાન્ય
34397સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
43986પછાતવર્ગસામાન્યઅ.સૂ.આ. જાતિસામાન્ય
53728પછાતવર્ગસામાન્યઅ.સૂ.આ. જાતિસામાન્ય
64297પછાતવર્ગસામાન્યપછાતવર્ગસામાન્ય
74055પછાતવર્ગસામાન્યઅ.સૂ.આ. જાતિસામાન્ય
કુલ28353