Chhota Udepur BJP: ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેને લઈને ભાજપ દ્વારા એક પછી એક પોતાના જિલ્લા સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત છોટા ઉદેપુરમાં પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા દ્વારા જિલ્લાના નવા સંગઠનાત્મક હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેની ચર્ચા બાદ આ નિમણૂંકોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ નવા માળખામાં યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો અને વિવિધ સેલના હોદ્દેદારોનો સમાવેશ થાય છે, જેમાં અનુભવી અને નવા ચહેરાઓને સ્થાન આપીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે.
Aatmanirbhar Bharat: હવે ભારતમાં જ બનશે પેસેન્જર વિમાન, અદાણી ગ્રુપ અને એમ્બ્રેયર વચ્ચે ઐતિહાસિક સમજૂતી
મુખ્ય નિમણૂંકો પર એક નજર Chhota Udepur BJP
ઉપપ્રમુખ:
- રાઠવા દિનેશભાઈ ધાણકાભાઈ - છોટાઉદેપુર ગ્રામ્ય
- રાઠવા વિજયભાઈ લચ્છુભાઈ - કવાંટ
- પરમાર (રાજપૂત) સજ્જનબેન અજયસિંહ - છોટાઉદેપુર શહેર
- પટેલ મયુરભાઈ મુકેશભાઈ - પાવી જેતપુર
- ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ - નસવાડી
- ભીલ દિલીપભાઈ નરસિંહભાઈ - નસવાડી
- શર્મા સંદીપભાઈ રામનિવાસ - બોડેલી
- નાયકા કાળુભાઈ સોમાભાઈ - છોટાઉદેપુર ગ્રામ્ય
- બારીયા રમણભાઈ મનસુખભાઈ - કદવાલ
ક્યા-ક્યા મંત્રીઓની નિયુક્તિ
- રાઠવા મુકેશભાઈ જામસીંગભાઈ - કવાંટ
- પટેલ પરિમલભાઈ સુરેન્દ્રભાઈ - બોડેલી
- તડવી અરુણાબેન કમલેશભાઈ - સંખેડા
- રોહિત વર્ષાબેન અશોકભાઈ - પાવી જેતપુર
- રાઠવા ઉર્મિલાબેન રમેશભાઈ - કદવાલ
- રાઠવા વિલાસબેન જયેશભાઈ - છોટાઉદેપુર ગ્રામ્ય
- ડું.ભીલ સીમીબેન વિઠ્ઠલભાઈ - નસવાડી
- રાઠવા બાબુભાઈ પરશોત્તમભાઈ - પાવી જેતપુર
- પંચોલી આશાબેન રમેશચંદ્ર - કવાંટ
- મહામંત્રી: પટેલ પુષ્કરભાઇ (બોડેલી), બારીયા રમણભાઈ (કદવાલ) અને રાઠવા મુકેશભાઈ (ક્વાંટ)
- કોષાધ્યક્ષ: શાહ નરેન્દ્રભાઈ શિવચરણ (બોડેલી).
- કાર્યકારી મંત્રી: રાઠોડ હિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ (છોટાઉદેપુર શહેર).
વિવિધ મોરચાના પ્રમુખો:
- યુવા મોરચો: તડવી નિરવકુમાર રમણભાઈ (સંખેડા).
- મહિલા મોરચો: તડવી સ્નેહાબેન શૈલેશભાઈ (બોડેલી).
- કિશાન મોરચો: સોલંકી બળવંતસિંહ માવસિંહ (બોડેલી), મહામંત્રી રાઠવા અવિનાશભાઈ ચંદુભાઈ (પાવી જેતપુર) અને પટેલ મધુસુદન ચીમનભાઈ (સંખેડા)
- બક્ષીપંચ (OBC) મોરચો: ડબગર સંજયભાઈ અરવિંદભાઈ (નસવાડી).
- અનુસૂચિત જન-જાતિ (ST) મોરચો: ડું.ભીલ અરવિંદભાઈ સવજીભાઈ (નસવાડી).
- લઘુમતી મોરચો: ચૌહાણ મુસ્તુફાભાઇ મનવરભાઈ (છોટાઉદેપુર શહેર), કુરૈશી સાદિકઅલી મુઝફ્ફર અલી (બોડેલી), રાઠોડ મકસુદભાઈ અહેમદભાઈ (સંખેડા)
વિભાગીય સંયોજકોની નિમણૂંક
પાર્ટીએ ડિજિટલ અને મીડિયા ક્ષેત્રે પણ વિશેષ ધ્યાન આપતા મહત્વના સંયોજકોની વરણી કરી છે:
સોશિયલ મીડિયા વિભાગ: રાઠવા જયદીપભાઈ બાવાભાઈ.
આઈ.ટી. વિભાગ: પટેલ ભૌમિકકુમાર હરિશભાઈ.
મીડિયા વિભાગ: પટેલ મિતેશભાઈ ભાઈલાલભાઈ.
જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ નવી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં અને સંગઠનને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળ રહેશે.
