Botad: બોટાદમાં બનશે પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જાણો વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના ફાયદા

બોટાદ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ હાલ પ્રારંભિક તબક્કામાં જ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 06 Apr 2026 03:54 PM (IST)Updated: Mon, 06 Apr 2026 03:57 PM (IST)
botad-greenfield-airport-project-current-status-and-future-benefits
HIGHLIGHTS
  • બોટાદ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ મંજૂર
  • નિર્માણ કામગીરી હાલ પ્રારંભિક તબક્કામાં
  • બોટાદના હીરા ઉદ્યોગને સીધો વેગ મળશે

Botad Greenfield Airport: ભારત સરકારની મહત્વકાંક્ષી UDAN 2.0 (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાં બોટાદનો પણ સમાવેશ થાય છે. જોકે, અન્ય શહેરોની સરખામણીએ બોટાદ એરપોર્ટની કામગીરી હજુ પણ પ્રારંભિક તબક્કામાં જ ચાલી રહી છે.

વર્તમાન સ્થિતિ અને ધીમી ગતિના કારણ

વર્ષ 2026 ની વર્તમાન સ્થિતિ અનુસાર, આ પ્રોજેક્ટ હાલમાં પ્લાનિંગ અને ફિઝિબિલિટી (વ્યવહારુતા) ના તબક્કે છે. તાજેતરના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટને કેટલીક ટેક્નિકલ અને પ્રેક્ટિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, એરપોર્ટની ઓછી વાયબિલિટી (આર્થિક સદ્ધરતા) હોવાના કારણે હાલ આ પ્રોજેક્ટને ધીમી ગતિએ આગળ વધારવામાં આવી રહ્યો છે. બાદમાં જમીન સંપાદન અને સર્વેની પ્રક્રિયા હાથ ધરાશે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટથી બોટાદને શું ફાયદા?

જો ભવિષ્યમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક સાકાર થાય છે, તો તેનાથી બોટાદ અને આસપાસના વિસ્તારોને અનેક મોટા ફાયદા થઈ શકે છે.

  • ધાર્મિક પર્યટનને વેગ: સાળંગપુર હનુમાનજી મંદિર અને ગઢડા સ્વામિનારાયણ મંદિર જેવા મોટા ધાર્મિક સ્થળ નજીક હોવાથી, બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે અવરજવર ખૂબ જ સરળ બની જશે.
  • હીરા ઉદ્યોગને ફાયદો: ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો, એરપોર્ટ બનવાથી બોટાદના હીરા ઉદ્યોગ અને વેપારને સીધો વેગ મળશે.
  • કનેક્ટિવિટીમાં વધારો: ભાવનગર અને અમદાવાદ વચ્ચે આવેલા આ વિસ્તારમાં હવાઇ સેવા શરૂ થવાથી સ્થાનિક લોકો માટે લાંબા અંતરની મુસાફરી વધુ ઝડપી અને આસાન બનશે.

આ પણ વાંચો: Narmada: રાજપીપળામાં બનશે 'ગ્રીનફિલ્ડ એરપોર્ટ', સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત હવે વધુ સરળ

ગુજરાત સરકાર-AAI ની સત્તાવાર ભાગીદારી

આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) વચ્ચે એક MoU કરવામાં આવ્યો છે. આ સમજૂતી મુજબ, રાજ્ય સરકાર એરપોર્ટ માટે જરૂરી જમીન અને પાયાની સુવિધાઓ આપશે, જ્યારે AAI તેના બાંધકામ અને સંચાલનની જવાબદારી સંભાળશે.