Loading...

બોટાદ ભાજપની નવી ટીમ જાહેરઃ 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિયુક્તિ

મહિલા મોરચાના પ્રમુખ તરીકે ચંદનબેન પટેલ મહામંત્રી તરીકે જીજ્ઞા જોશી અને વર્ષાબેન તેમજ કિસાન મોરચાના પ્રમુખ તરીકે અશ્વિન ડાવરિયાને જવાબદારી સોંપાઈ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 27 Jan 2026 11:55 PM (IST)Updated: Tue 27 Jan 2026 11:55 PM (IST)
botad-bjp-organization-list-2026-see-who-got-the-top-posts-681004
HIGHLIGHTS
  • બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નવા માળખાની જાહેરાત

Botad: બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ એમ. પટેલ દ્વારા આગામી સમય માટે જિલ્લાના સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ આ મહત્વની નિમણૂંકોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ નવી જાહેરાતમાં જિલ્લાના વિવિધ હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓના નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉપપ્રમુખ તરીકે પ્રભાતસંગભાઈ માધુભાઈ રાઠોડ (બોટાદ તાલુકા), શ્રી હિંમતભાઈ મેર (બરવાળા શહેર) સહિત કુલ 9 સભ્યોની નિમણૂંક કરાઈ છે.

જ્યારે સંગઠનના મહામંત્રી તરીકે વિજયભાઈ ધલવાણીયા, વનરાજસિંહ ડાભી, વિજયભાઈ ખાચર, રામજીભાઈ માંગુંડા અને ચંદ્રકાંતભાઈ લાઠીગરાને જવાબદારી સોંપવામાં આવી છે.

યુવા મોરચો: પ્રમુખ તરીકે જગદીશભાઈ શામજીભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે.

મહિલા મોરચો: પ્રમુખ તરીકે ચંદનબેન મહેશભાઈ પટેલને જવાબદારી સોંપાઈ છે.

કિસાન મોરચો: પ્રમુખ તરીકે અશ્વિનભાઈ લલ્લુભાઈ ડાવરીયાની નિમણૂંક થઈ છે.

બક્ષીપંચ (OBC) મોરચો: પ્રમુખ પદે જીજ્ઞેશભાઈ રણછોડભાઈ બોળીયાની પસંદગી કરવામાં આવી છે.

અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે દેવજીભાઈ ભાણાભાઈ સોલંકી કાર્યભાર સંભાળશે.

લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે અમાનતભાઈ બાવાસાહેબ સૈયદની વરણી કરાઈ છે.