Loading...

Western Railway: ગાંધીધામ-આદીપુર વચ્ચે કામગીરીને પગલે ટ્રેન વ્યવહારને અસર, આ 12 ટ્રેનો પૂર્ણરૂપે અને 17 ટ્રેનો આંશિક રીતે રદ રહેશે

ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ કેબિન અને આદીપુર સ્ટેશનો વચ્ચે Quadrupling કમીશનીંગનું કામ પ્રગતિ પર છે. જેના લીધે 04થી 13 ફેબ્રુઆરી 2026 સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 02 Feb 2026 03:27 PM (IST)Updated: Mon 02 Feb 2026 04:16 PM (IST)
western-railway-big-update-train-disruptions-on-gandhidham-adipur-section-due-to-quadrupling-work-684389

Western Railway Update: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ-આદીપુર ચૌહરિકરણ (Quadrupling) પરિયોજના હેઠળ ગાંધીધામ કેબિન-આદીપુર સ્ટેશનો વચ્ચે કમીશનીંગથી સંબંધિત સૂચિત (TWO) કામને લીધે 04 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 2026 સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

અમદાવાદ મંડળના ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ કેબિન અને આદીપુર સ્ટેશનો વચ્ચે ચારગણા (Quadrupling) કમીશનીંગનું કામ પ્રગતિ પર છે. આ પરિયોજના ક્ષેત્રમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. ચારગણું થવાથી આ સેક્શનની લાઈન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત થશે. સાથે જ માલ અને યાત્રી ટ્રાફિકનું ઉત્તમ વ્યવસ્થાપન થશે, જેનાથી ક્ષેત્રીય વેપાર, ઉદ્યોગ અને યાત્રીઓને લાભ મળશે.

આ ટ્રેનો પૂર્ણરૂપે રદ કરવામાં આવી

  1. ટ્રેન નંબર 19405/19406 પાલનપુર-ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ 05 થી 13 ફેબ્રુઆરી 2026 સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 12966 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 06 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  3. ટ્રેન નંબર 12965 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  4. ટ્રેન નંબર 12959 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ 07 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  5. ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  6. ટ્રેન નંબર 09415/09416 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  7. ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  8. ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ 13 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  9. ટ્રેન નંબર 09009 બાન્દ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 08 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  10. ટ્રેન નંબર 09010 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  11. ટ્રેન નંબર 09011 બાન્દ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
  12. ટ્રેન નંબર 09012 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.

આ ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી

  1. ટ્રેન નંબર 20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 4,7 અને 8 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 5,8 અને 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  3. ટ્રેન નંબર 22955 બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ 5,6 અને 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  4. ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 6,7 અને 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  5. ટ્રેન નંબર 14321/14311 બરેલી-ભુજ એક્સપ્રેસ 4 ફેબ્રુઆરીથી 09 ફેબ્રુઆરી 2026 સુધી ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 10 અને 11 ફેબ્રુઆરી 2026 ના રોજ સામાખ્યાલી અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  6. ટ્રેન નંબર 14322/14312 ભુજ-બરેલી એક્સપ્રેસ 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026 સુધી ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-સામાખ્યાલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  7. ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ 4,6 અને 8 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  8. ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ભુજ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  9. ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 5,7 અને 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  10. ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમોભારત એક્સપ્રેસ 5 ફેબ્રુઆરી से 10 ફેબ્રુઆરી 2026 સુધી ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ધ્રાંગધ્રા અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  11. ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમોભારત એક્સપ્રેસ 6 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી 2026 સુધી ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 12 અને 13 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને ધ્રાંગધ્રા વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  12. ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ 4 અને 7 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  13. ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 6 અને 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  14. ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  15. ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  16. ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી-ગાંધીધામ એક્સપ્રેસ 10,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભીલડી-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
  17. ટ્રેન નંબર 22484 ગાંધીધામ-ભગત કી કોઠી એક્સપ્રેસ 11,12 અને 13 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ-ભીલડી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.

આ ટ્રેનોનો માર્ગ પરિવર્તિત કરાયો

  • ટ્રેન નંબર 20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 5,6,9 અને 10 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
  • ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 6,7,10,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
  • ટ્રેન નંબર 22955 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 7,8,10 અને 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
  • ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 5,8,9,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
  • ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.