મુન્દ્રા એરપોર્ટથી હવે મુંબઈ, સુરત, ગોવા અને હિંડનની સીધી ફ્લાઇટ, સ્ટાર એરની નવી હવાઈ સેવા; જાણો સમય અને ટિકિટના દર

આગામી 16 જૂનથી મુન્દ્રાને દેશના 4 મુખ્ય શહેરો સાથે જોડતી આ હવાઈ સેવા શરૂ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 09 Jun 2026 07:57 AM (IST)Updated: Tue, 09 Jun 2026 07:57 AM (IST)
mundra-airport-star-air-new-flight-schedule-and-fares-to-mumbai-surat-goa-hindon

Mundra Airport Star Air new flight: કચ્છ અને ગુજરાતના મુસાફરો માટે મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. સંજય ઘોડાવત ગ્રૂપની પ્રાદેશિક એરલાઈન સ્ટાર એર (Star Air) દ્વારા મુન્દ્રા એરપોર્ટથી મુંબઈ, સુરત, ગોવા અને હિંડન રૂટ પર નવી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આગામી 16 જૂનથી મુન્દ્રાને દેશના 4 મુખ્ય શહેરો સાથે જોડતી ડાયરેક્ટ હવાઈ સેવા શરૂ થશે, જેના માટે એરલાઈનની વેબસાઈટ પર બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કયા 4 શહેરો માટે મળશે ડાયરેક્ટ ફ્લાઈટ?

સ્ટાર એરની આ નવી એરલાઇન્સ સેવા હેઠળ મુન્દ્રા એરપોર્ટથી હવે સીધા જ મુંબઈ, હિંડન (NCR/ગાઝિયાબાદ), ગોવા (મોપા) અને સુરત માટે ફ્લાઈટ ઉપલબ્ધ થશે.

ફ્લાઈટ્સનું શેડ્યૂલ અને ટિકિટના દર

મુન્દ્રા એરપોર્ટથી મુંબઈ રૂટ

આ રૂટ પર સોમવારથી ગુરુવાર અને શનિવાર એટલે કે અઠવાડિયામાં 5 દિવસ ફ્લાઈટ મળશે. ફ્લાઈટ મુંબઈથી બપોરે 12:45 કલાકે ઉપડીને 2:15 કલાકે મુન્દ્રા પહોંચશે અને મુન્દ્રાથી બપોરે 2:45 કલાકે ઉપડી 4:15 કલાકે મુંબઈ પહોંચશે. આ રૂટ માટે ટિકિટનું ભાડું 4,499 રૂપિયાથી શરૂ થાય છે.

મુન્દ્રા એરપોર્ટથી હિંડન (NCR) રૂટ

આ રૂટ પર મંગળવાર, બુધવાર અને ગુરુવાર એટલે કે અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઈટ ઓપરેટ થશે. મંગળવારે અને બુધવારે ફ્લાઈટ મુન્દ્રાથી બપોરે 1:45 કલાકે ઉપડશે અને હિંડનથી 4:15 કલાકે રિટર્ન થશે. ગુરુવારે આ ફ્લાઇટ મુન્દ્રાથી સવારે 10:45 કલાકે ઉપડશે અને હિંડનથી બપોરે 1:15 કલાકે પરત ફરશે. આ રૂટનું ભાડું 5,099 રૂપિયાથી શરૂ થાય છે.

મુન્દ્રા એરપોર્ટથી ગોવા (મોપા) રૂટ

આ હવાઈ સેવા સોમવારથી શુક્રવાર અને રવિવાર એટલે કે અઠવાડિયામાં 6 દિવસ મળશે. ફ્લાઈટ ગોવાથી સવારે 8:30 કલાકે ઉપડી 10:15 કલાકે મુન્દ્રા આવશે, જ્યારે મુન્દ્રાથી સાંજે 6:45 કલાકે ઉપડીને 8:30 કલાકે ગોવા પહોંચશે. આ રૂટ માટે પ્રારંભિક ભાડું 5,099 રૂપિયા રાખવામાં આવ્યું છે.

મુન્દ્રા એરપોર્ટથી સુરત રૂટ

સુરત માટે સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર એમ અઠવાડિયામાં 5 દિવસ ફ્લાઈટ મળશે. મુન્દ્રાથી ફ્લાઈટ સવારે 10:45 કલાકે ઉપડશે. જ્યારે સુરતથી રિટર્ન ફ્લાઈટ સોમવાર, શુક્રવાર અને રવિવારે બપોરે 3:25 કલાકે તથા મંગળવાર અને બુધવારે બપોરે 12:15 કલાકે ઉપડશે. સૌથી સસ્તું ભાડું આ રૂટનું છે, જે માત્ર 2,999 રૂપિયાથી શરૂ થાય છે.

કચ્છની કનેક્ટિવિટીને મળશે મોટો બુસ્ટ

આ નવી હવાઈ કનેક્ટિવિટી શરૂ થવાથી કચ્છ વિસ્તારની પ્રાદેશિક કનેક્ટિવિટીને મોટું બળ મળશે. ખાસ કરીને પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તાર હોવાથી વ્યાપારીઓ (બિઝનેસ ટ્રાવેલર્સ) અને ગોવા કે મુંબઈ જવા માંગતા પ્રવાસીઓ માટે હવે સસ્તા અને ઝડપી મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ બનશે.