Bhuj News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કચ્છનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો કચ્છના રણની શોભા વધારતા જોવા મળી રહ્યાં છે. ડ્રોન વીડિયોમાં જે દૃશ્યો કેદ થયા છે તે કચ્છના રણને બર્ડ લવર્સ માટે એક પેરેડાઇઝ સમાન બનવી રહ્યું છે. ફ્લેમિંગોની આટલી મોટી સંખ્યામાં હાજરીનો આ મનમોહક નજારો સૌ કોઇને મોહી લે તેવો છે.
ગુજરાતના કચ્છમાંથી પ્રકૃતિની સુંદરતા અને સંવાદિતાનો એક અત્યંત મનમોહક નજારો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શેર કરવામાં આવ્યો છે. ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા એક શાનદાર દ્રશ્યમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો (સુરખાબ) પક્ષીઓ એકસાથે વિહરતા જોવા મળી રહ્યા છે. આ નજારો એટલો અદભુત અને રોમાંચક છે કે તેને જોતાં જ એવું લાગે છે કે જાણે કુદરતે પોતાના હાથે જમીન પર કોઈ જીવંત મહાકાવ્ય અથવા સુંદર પેઇન્ટિંગ બનાવી દીધું હોય.
A surreal drone view of flamingoes in Kutch, like nature’s own masterpiece unfolding in perfect harmony. pic.twitter.com/v4x6cF0Eay
— Harsh Sanghavi (@sanghaviharsh) April 5, 2026
સામાન્ય રીતે લોકોના મનમાં કચ્છની ઓળખ એક સૂકા, વેરાન અને સફેદ રણ તરીકેની જ હોય છે, પરંતુ આ દ્રશ્યો સાબિત કરે છે કે કચ્છ માત્ર એક રણ પૂરતું સીમિત નથી. વિશાળ જળાશયોમાં અને ભીની જમીન પર એકસાથે ઉતરી આવેલા આ આકર્ષક ગુલાબી અને સફેદ રંગના ફ્લેમિંગો સમગ્ર વિસ્તારને એક નવું જ રૂપ આપે છે. તેમની એકસાથે હલનચલન કરવાની અને આકાશમાં ઉડાન ભરવાની રીત કોઈપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતી છે.
આ અદભુત ઘટના એ વાતની પ્રતિતિ કરાવે છે કે કચ્છ એ પક્ષીપ્રેમીઓ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ અને પ્રકૃતિ ચાહકો માટે ખરા અર્થમાં એક સ્વર્ગ સમાન છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં આવતા આ પ્રવાસી પક્ષીઓ કચ્છની જીવસૃષ્ટિને સમૃદ્ધ બનાવે છે. કુદરતનો આ જીવંત ચમત્કાર જોવા માટે કચ્છની મુલાકાત લેવી એ પ્રકૃતિપ્રેમીઓ માટે જીવનનો એક અવિસ્મરણીય અને યાદગાર લહાવો બની રહે છે.
