Bhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં જુનિયર્સ સાથે રેગિંગ મામલે મોટી કાર્યવાહી, 6 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ

એન્ટી-રેગિંગ કમિટીની 8 કલાક ચાલેલી બેઠક બાદ આ કડક નિર્ણય લેવાયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 11:14 AM (IST)Updated: Fri, 19 Jun 2026 11:36 AM (IST)
bhavnagar-medical-college-ragging-case-6-senior-doctors-suspended
Bhavnagar Govt Medical College
Bhavnagar Medical College Ragging Case: ભાવનગરની સર ટી. હોસ્પિટલ સાથે સંલગ્ન મેડિકલ કોલેજમાં રેગિંગની એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે. જુનિયર વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના આ મામલાએ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી દ્વારા રેગિંગ કરનાર 6 સિનિયર તબીબોને સસ્પેન્શન કરી દેવામાં આવ્યા છે. સમગ્ર તબીબી શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

એન્ટી-રેગિંગ કમિટીની મેરેથોન બેઠક મળી

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયું હોવાની જાણ થતાં જ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે સત્ય બહાર લાવવા માટે કમિટી દ્વારા સળંગ 8.30 કલાક સુધી એક લાંબી મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. 

આ તપાસ દરમિયાન 13 મેડિકલ વિદ્યાર્થીઓના કેસની ખૂબ જ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઘટનાની સચ્ચાઈ જાણવા માટે 13 R3 ડોક્ટરો અને 5 થી 6 સપોર્ટ સ્ટાફ તથા ફેકલ્ટીના સત્તાવાર નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા.

6 સિનિયર ડોક્ટર દોષિત, તમામ સસ્પેન્ડ

એન્ટી-રેગિંગ કમિટી દ્વારા કરવામાં આવેલી આ સઘન તપાસના અંતે 6 સિનિયર તબીબો (R2 ડોક્ટરો) ને રેગિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, અને તેમની વિરુદ્ધ સસ્પેન્શનના આકરા પગલાં લેવામાં આવ્યા છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) ના કડક નિયમો મુજબ કાર્યવાહી કરતા કોલેજ પ્રશાસને આ તમામ 6 દોષિત વિદ્યાર્થીઓને સાંજે 6 વાગ્યા સુધીમાં તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અનુસાર એન્ટી-રેગિંગ કમિટીએ તમામ હકીકતો, પુરાવા અને નિવેદનના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

  • દોષિત ઠરેલા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે.
  • 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો.
  • 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો.
  • 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો.
  • દોષિત વિદ્યાર્થીઓ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન સહિત કોઈપણ પ્રકારની કોલેજની અન્ય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ જણાવ્યું કે, રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી અસામાજિક, અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા, સન્માન અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ જાળવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આવા કૃત્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દોષિતો સામે પોલીસમાં પણ નોંધાશે ફરિયાદ

સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરો સામે શિક્ષાત્મક પગલા લેતા તેઓનેહવેથી કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ કે હોસ્પિટલના કામકાજથી સંપૂર્ણપણે દૂર રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે. આ કેસમાં કડક દાખલો બેસાડવા માટે તંત્ર હવે માત્ર કોલેજ કક્ષાની જ કાર્યવાહી પૂરતું સીમિત નહીં રહે, પરંતુ દોષિતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.

ભાવનગર મેડિકલ કોલેજના આ પગલાંથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ જેવી પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.